ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ:નાનાપોંઢા કેરી માર્કેટમાં આરંભના પ્રથમ દિવસે 80 કેરેટ કેરી આવી

Gujarat4/12/2026, 12:00:00 AM
ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ:નાનાપોંઢા કેરી માર્કેટમાં આરંભના પ્રથમ દિવસે 80 કેરેટ કેરી આવી
નાનાપોંઢા વિસ્તારમાં ઉનાળાની શરૂઆત સાથે જ કેરી માર્કેટમાં ચહલપહલ જોવા મળી રહી છે. ગુરુવારે નાનાપોંઢા કેરી માર્કેટમાં માંડવા ગામે સિદ્ધિ વિનાયક ફ્રૂટ સપ્લાયર્સ દ્વારા કેરી મંડપનું શુભ મુહૂર્ત કરાયું હતું. મંડપના સંચાલક પિન્ટુભાઈએ વિધિવત શરૂઆત કરતા વેપારીઓ અને ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મંડપ શરૂ થતાં જ પહેલા દિવસે જ રાજાપુરી અને કેસર, તોતાપુરી, દેશી કેરીઓનું આગમન થયું હતું. પહેલા દિવસે જ 80 કેરેટ કેરી માર્કેટમાં પહોંચતા વેપારમાં પણ તેજી જોવા મળી રહી છે. હાલના બજાર ભાવ મુજબ રાજાપુરી કેરીનો ભાવ એક નંબર માલ 900, અથાણાની કેરી 600, તોતાપુરી 500, દેશી કેરી 250 અને કેસર કેરીનો ભાવ 3000 સુધી રહ્યો છે. વેપારીઓ મુજબ શરૂઆતમાં આવક ઓછી હોવાથી ભાવ ઊંચા છે. કપરાડા પહાડી વિસ્તારમાં પાણી વગરની કેરી અને કોઈપણ દવાનો છંટકાવ વિના ઓર્ગેનિક કેરી માર્કેટમાં આવે છે. તેની મીઠાશ અને ગુણવત્તા માટે જાણીતી છે, જેનાથી બજારમાં માંગ વધુ રહે છે. ખરીદી કરવા માટે વેપારી નાસિક, સુરત, મુંબઈ, સેલવાસ આવે છે. આવનારા દિવસોમાં કેરીની આવક વધતા ભાવમાં ફેરફાર જોવા મળી શકે.
Read Original Article →