પોલીસે ગુનો નોંધ્યો:મિત્રનો ફોન પરત માગતાં યુવકનું અપહરણ, 6 શખ્સે નગ્ન કરી માર મારી વીડિયો ઉતાર્યો

Gujarat5/27/2026, 12:17:59 AM
સનફાર્મા રોડ ખાતે મિત્રનો ફોન શખ્સે પરત માગતા ઝઘડો થયો હતો. ત્યારબાદ 6 જણ યુવકને માર મારી અપરણ કરી બિલ કેનાલ રોડ લઈ ગયા અને નગ્ન કરી વિડીયો ઉતાર્યો હતો. યુવકનો ફોન અને રૂ.2 હજાર પણ લૂંટી લેતાં અટલાદરા પોલીસે ગુનો નોંધ્યો છે. સનફાર્મા રોડ રહેતો 20 વર્ષીય હેતરાજસિંહ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. 10 મહિના અગાઉ મિત્ર શિવાંશ તથા ગૌતીક તેના ઘરે આવ્યા હતા. શિવાંશે કહ્યું હતું કે, નિલ સહાનીએ રસ્તામાં રોકીને મારો ફોન લઈ લીધો છે. ત્યારે હેતરાજસિંહે નિલ સહાનીને ફોન કર્યો હતો, નિલે પ્રતિકસિંઘ રાજપુત સાથે વાત કરાવી હતી. હેતરાજસિંહે મારા મિત્રનો ફોન પરત આપી દો તેમ કહ્યું હતું. જોકે હેતરાજસિંહે અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અઠવાડિયા બાદ હેતરાજસિંહ રાત્રે સાડા બાર વાગે મિત્રના ઘરે સનફાર્મા રોડ જતો હતો ત્યારે આકાશ થાપા અને મિશ્રા ત્યાં આવ્યા હતા અને કહ્યું કે, તેં પ્રતિકસિંઘ પાસેથી કેમ ફોન માગ્યો? ઝઘડો કરીને હેતરાજસિંહને મોપેડ પર વચ્ચે બેસાડી ભારત પેટ્રોલપંપ પાસે લઈ ગયા હતા.ત્યાં નિલ સહાની, પ્રતિકસિંઘ, તરૂણ યાદવ, મનોજ યાદવ પણ હતા. પ્રતિકસિંઘે હેતરાજસિંહને તેં શિવાંશનો ફોન કેમ માગ્યો? કહી દંડાથી માર્યો હતો. બાદમાં કારમાં બેસાડી બીલ કેનાલ રોડ લઈ ગયા હતા. અન્ય કારમાં મનોજ યાદવ, તરૂણ યાદવ પણ આવ્યા હતા. પ્રતિકસિંઘે હેતરાજસિંહને નગ્ન કરી માર મારી વીડિયો રેકોર્ડ કર્યો હતો. પ્રતિકસિંઘે હેતરાજસિંહનો ફોન અને રૂ.2 હજાર પણ લૂંટી લીધા હતા. આ ઘટના અંગે અટલાદરા પોલીસે પ્રતિકસિંઘ રાજપુત, નીલ સહાની, મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ અને તરૂણ યાદવ સામે અપહરણ, ખંડણી, લૂંટ સહિતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. 11 મહિને વીડિયો વાયરલ, મિત્રોએ જ હેતરાજસિંહનાં માતાને બતાવ્યો, પ્રતીકસિંઘ રાજપૂત હત્યાનો આરોપી હેતરાજસિંહ હોસ્પિટલમાં સારવાર કરાવી તેના મિત્રના ઘરે રહેવા જતો રહ્યો હતો. આ મામલે તે ફરિયાદ કરવા માગતો નહોતો. 11 મહિના બાદ હેતરાજસિંહનો નગ્ન વીડિયો તેના જ મિત્રો સુધી પહોંચ્યો હતો અને તેઓએ જ હેતરાજસિંહની માતાને બતાવ્યો હતો. બીજી બાજુ પ્રતિકસિંઘ રાજપુત માથાભારે અને હત્યાનો આરોપી હોવાનું સામે આવ્યું હતું. હેતરાજસિંહની માતાએ તેને હિંમત આપી હતી અને ફરિયાદ કરવા કહ્યું હતું. પોલીસ કેસ કરીશ તો મારી નાખીશ, તેવી ધમકી આપી તમામે ફરી હેતરાજસિંહને પરત કારમાં બેસાડી દીધો હતો અને ભીમપુરા તળાવ ચોકડી પાસે ઉતારી દીધો હતો. આ વખતે પ્રતિકસિંઘે ધમકી આપી હતી કે, જો તુ પોલીસ કેસ કરીશ અથવા તારા માતા-પિતાને જાણ કરીશ, તો તને જાનથી મારી નાખીશ. ત્યારે ધમકીથી હેતરાજસિંહ ખૂબ ગભરાઈ ગયો હતો અને હોસ્પિટલમાં પણ સારવાર કરાવવા ગયો નહોતો. માતા-પિતાને જાણ થતા, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચાર આરોપીની ધરપકડ કરાઈ, અન્યની શોધ ચાલુ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીની શોધખોળ કરી રહ્યા છે.> વી.આર.રાઠોડ, પીઆઈ, અટલાદરા પોલીસ સ્ટેશન.
Read Original Article →