સિટી એન્કર:KYC માટે બેંકોના ધક્કા ખાવા નહીં પડે,સીકેવાયસી પોર્ટલમાં દસ્તાવેજ અપલોડ કરતાં 14 આંકડાનો નંબર મળશે, જેનાથી કેવાયસી થઈ જશે
બેંક સહિત નાણાકીય સંસ્થામાં વારંવાર કેવાયસીની પ્રક્રિયા લોકો માટે માથાના દુખાવા સમાન બનતી હોય છે. જોકે હવે જીવનભર કેવાયસી માટે દસ્તાવેજો આપવાની જરૂર નથી. સરકારે સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી સિસ્ટમ લાગુ કરી છે. સીકેવાયસી પોર્ટલ પર કેવાયસીમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તે પછી રજિસ્ટર મોબાઈલ નંબર કે ઈ-મેલ આઈડી પર 14 નંબરનો આંકડો મળશે. જે આપતાં જ કેવાયસી થઈ જશે. આ સિસ્ટમ પેન્શનરો, પીએફના ખાતાધારકો માટે રાહતરૂપ છે. ગુજરાતની કન્વીનર બેંક અને પ્રધાન કાર્યાલય બેંક ઓફ બરોડાએ CERSAI સાથે મળી 2 એપ્રિલે વડોદરામાં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી (CKYCRR) જાગૃતિ સત્ર યોજ્યું હતું. આ કાર્યક્રમમાં 150 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. પોર્ટલ પર દસ્તાવેજ અપલોડ કરવા પડશે 1. CKYC પોર્ટલ પર પોતાના KYC દસ્તાવેજોની નોંધણી કરાવી તેને અપલોડ કરવાના રહે છે. 2. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 આંકડાનો CKYC નંબર જનરેટ થાય છે. 3. આ નંબરની જાણ ગ્રાહકને મોબાઈલ પર SMS અને ઈ-મેલ દ્વારા કરવામાં આવે છે. 4. આ નંબરનો ઉપયોગ નાણાકીય સંસ્થામાં કરી શકાય છે, જેથી વારંવાર દસ્તાવેજો આપવા નહીં પડે. જીવનભર દસ્તાવેજો આપવાની જરૂર નહીં રહે
સીકેવાયસી હેઠળ 14 આંકનો નંબર આપ્યા બાદ બેંક કે નાણાકીય સંસ્થામાં કેવાયસી માટે દસ્તાવેજો આપવાની જરૂર નથી. 14 આંકડાનો નંબર આપતાં કેવાયસી થઈ જશે. ધારો કે તમે આધારકાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવ્યું, તો કોઈ પણ બેંકમાં અપડેટ કરાવશો તો સીકેવાયસીમાં અપડેટ થઈ જશે. > લોકેશ ગુપ્તા, ચીફ મેનેજર, બેંક ઓફ બરોડા કેવાયસી ન કરાવો તો શું અસર થશે?
Read Original Article →