યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ:રસ્તા પર ઉતરી આવતા પ્રદર્શનકારીની પોલીસે અટકાયત કરી,મ્યુનિસિપલ કમિશનર પાસે કાયમી ઉકેલની માગ કરી

Gujarat6/3/2026, 11:33:44 AM
યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ:રસ્તા પર ઉતરી આવતા પ્રદર્શનકારીની પોલીસે અટકાયત કરી,મ્યુનિસિપલ કમિશનર પાસે કાયમી ઉકેલની માગ કરી
વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ દૂષિત પાણીની વિકરાળ સમસ્યાથી ત્રાસી જઈ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.મહિલાઓ સહિત સ્થાનિકો રોડ ઉપર ઉતરી આવી હતી.જોકે ત્યારબાદ પોલીસની દરમિયાનગીરીથી પ્રદર્શન કરી રહેલા તમામની અટકાયત કરવામાં આવી હતી. વર્ષોથી મહિલાઓ પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર તેઓના વિસ્તારમાં વર્ષોથી આ સમસ્યા છે.છેલ્લા ત્રણ વર્ષે સ્થાનિક વોર્ડ નંબર 6ના અધિકારીઓ માત્ર વાયદાઓ જ કર્યા કરે છે. પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે સ્થાનિક રહીશોએ બહેરા તંત્રના કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે આજે રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું હતું. સ્થાનિક રહેશોએ રસ્તા પર ઉતરી જાય પોતાની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓ રસ્તા પર ઉતરી આવતા ટ્રાફિકજામ સ્થાનિક રહેશો એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓને જૂની લાઇનમાં ગટરનું પાણી ભળી રહ્યું છે અને તેના કારણે અંદાજે 3000 થી વધુ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. અનેકવિધ રજૂઆત કરવા છતાં તંત્ર કંઈ સાંભળતું નથી ત્યારે આખરે રહીશોએ ચક્કાજામ કરવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક રહેશોના ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે યાકુતપુરા વિસ્તારમાં લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સાથે દોડી આવ્યો હતો અને સ્થિતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર જાતે સ્થળ ઉપર આવે તેવી માગ સ્થાનિક રહીશોએ આક્રોશ બેક કરતા જણાવ્યું હતું કે અમારી સમસ્યાનો નિરાકરણ સ્થાનિક અધિકારીઓ નથી લાગી રહ્યા ત્યારે મ્યુનિસિપલ કમિશનર જાતે જ આ વિસ્તારની મુલાકાતને અને અમારી સમસ્યાનો નિકાલ કરે તેવી અમારી માગણી છે. રહીશોએ એમ પણ જણાવ્યું હતું કે હવે માત્ર વાયદાઓ નહીં પરંતુ અમારે કાયમી નિરાકરણ જોઈએ છે. જો આગામી દિવસમાં શુધ્ધ પીવાનું પાણી નહી મળે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. પોલીસે 10થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી બનાવવાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. જોકે પ્રદર્શન કરી માન્ય ન હતા અને રસ્તા પરથી હટવા તૈયાર ન હતા. પોલીસે આખરે 10 જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
Read Original Article →