પાણીની ટાંકી પર મહિલાઓનો વિરોધ:ભરઉનાળે પાણી ન મળતાં મહિલાઓનો ટાંકી પર હલ્લાબોલ
ભરઉનાળે પાણી ન મળતું હોવાનો કકળાટ શરૂ થયો છે. પાણીગેટ એખલાસ મહોલ્લામાં પાણી ન મળતું હોવાથી મહિલાઓએ પાણીગેટ ટાંકી ખાતે વિરોધ કર્યો હતો. પાણી ટેન્કરથી નહીં, પણ લાઇનમાં આપો તેવી માગ સાથે નારાજગી ઠાલવી હતી. પાણીગેટ એખલાસ મહોલ્લામાં પૂરતું પાણી નહીં મળતું હોવાની ફરિયાદ ઊઠતાં મહિલાઓએ પાણીની ટાંકીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓનું કહેવું છે કે, લઘુમતી સમાજનો વિસ્તાર હોવાથી રજૂઆતની અવગણના કરાઈ રહી છે. પાલિકા ઓરમાયું વર્તન દાખવી રહી છે. ટેન્કરથી અપાતું પાણી પૂરતું હોતું નથી, નળથી પાણી મળે તેવી માગ છે. તંત્ર વહેલી તકે સમસ્યામાંથી છૂટકારો અપાવે, નહીં તો આગામી દિવસોમાં આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Read Original Article →