સિટી એન્કર:પતિ પર આડા સંબંધની શંકા ધરાવતી પત્નીને ફોન પર પૂછ્યું કે ક્યાં છે? તો પત્નીએ કહ્યું તારા માટે હથિયાર શોધી રહી છું
આધેડ પતિ પર આડા સંબંધની શંકા કરી પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપી કહ્યું હતું કે, તારા માટે હથિયાર શોધવા નીકળી છું. સાથે બીજી બાજુ પુત્રે આક્ષેપ કર્યા હતા કે, મારી માતા તાંત્રિક વિધી કરીને પિતાને કશું પિવડાવે છે. 50 વર્ષીય પતિએ તેમની પત્ની અને સાળા સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારી પત્ની આડા સંબંધ અંગે મારી પર ખોટા વહેમ રાખીને ઝઘડો કરે છે. તે વારંવાર ઝઘડો કરીને પિયરમાં રહેવા જતી રહે છે. સોમવારે રાજેશભાઈના મિત્ર ઘેલાભાઈનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, તારી પત્નીનો ફોન આવ્યો હતો અને તે તારા વિશે પૂછતી હતી. જેથી રાજેશભાઈએ તેમની પત્નીને ફોન કરીને પૂછ્યું હતું કે, તુ ક્યા છે અને શુ કરે છે? જોકે ત્યારે સામે પત્નીએ કહ્યું હતું કે, તારે શું કામ છે, તારા માટે હથિયાર શોધવા માટે નીકળી છું. તેને ઉશ્કેરાઈને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે રાજેશભાઈએ તેમના દીકરાને ઘટના અંગ જાણ કરી હતી. દીકરાએ તેના મામાને ફોન કરીને માતા મારા પિતાને ધમકી આપે છે તેમ કહ્યું હતું. જોકે મામાએ ધમકી આપી હતી કે, તારા પિતા જ્યાં મળે ત્યાં ધારિયા વડે જાનથી મારી નાખીશ. ઘટના અંગે અકોટા પોલીસે પત્ની અને સાડા સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મારી માતા પિતા ઉપર તાંત્રિક વિધી કરે છે
રાજેશભાઈના દીકરાએ જણાવ્યું હતું કે, મારી માતા તાંત્રિક વિધી કરે છે. તે કશું પાવડર લાવ્યા હતા અને પિતાને પાણીમાં ભેળવ પીવડાવતા હતા, ત્યારે મારી પત્ની તે જોઈ ગઈ હતી. માતા ફોન તોડી નાખે છે, મારા પુત્રને પણ ક્યારેય રમાડતી નથી. ઘરમાં ખૂબ ઝઘડા કરે છે. 8 વર્ષ પહેલાં મહિલાએ હોસ્પિટલનું સરનામુ પૂછતાં શંકા કરી
8 વર્ષ પહેલાં રાજેશભાઈના ઘરે મહિલા ભાડે રહેવા આવી હતી. મહિલાને પંખો વાગતાં રાજેશભાઈને હોસ્પિટલ ક્યાં છે, તેમ પૂછ્યું હતું. તે સમયથી રાજેશભાઈની પત્નીએ તને જ મહિલાએ કેમ પૂછ્યું? કહી ઝઘડો કર્યો હતો. ત્રાસથી પાડોશી મહિલા પણ ઘર ખાલી કરીને જતી રહી હતી. તે સમયથી મહિલા પતિના પાડોશી મહિલા સાથે આડા સંબંધ છે, કહી ઝગડો કરે છે.
Read Original Article →