એક્ટિવા લારીને અડતાં ટોક્યા બાદ હુમલો કરાયો:પાણીની ટાંકી શાક માર્કેટમાં વેપારી પર હુમલો, 4 ઘાયલ
તુલસીવાડીમાં શાકભાજીની લારી ચલાવતા પરિવાર પર નજીવી બાબતે કેટલાક શખ્સે લોખંડની પાઇપ અને લાકડાના દંડાથી હુમલો કર્યો હતો. જેમાં લારી ચાલક યુવક, તેના પિતા, ભાઈ અને માસી સહિત 4ને ઇજા પહોંચી છે. ફરિયાદી આકાશ વાઘેલા ગુરુવાર રાત્રે તુલસીવાડી પોલીસ ચોકી પાસે ‘રજવાડી ચા’ નજીક પત્ની સાથે શાકભાજી વેચતો હતો. મહિલાએ એક્ટિવા લારી સાથે ભટકાવતાં આકાશે વાહન સરખું ચલાવવા કહેતાં જ એક્ટિવા પાછળ બેઠેલો શખ્સ ઉશ્કેરાઇ લારી ઊંધી વાળી અપશબ્દો બોલી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. બાદમાં તેણે અન્ય 3 સાથે પાઇપો-દંડા લઇને આકાશના માથા અને પગે ફટકા માર્યા હતા. તેના પિતા સુરેશભાઈ, ભાઈ સાગર અને માસી જશીબેનને પણ માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →