ભાજપના 20 કાર્યકરોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો:વેમાલીના પૂર્વ સરપંચ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- ભાજપે વિકાસને વિનાશમાં ફેરવ્યો

Gujarat4/7/2026, 10:20:50 AM
ભાજપના 20 કાર્યકરોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો:વેમાલીના પૂર્વ સરપંચ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- ભાજપે વિકાસને વિનાશમાં ફેરવ્યો
ચૂંટણી આવે એટલે જોડ તોડનું રાજકારણ શરૂ થાય. કાર્યકરો એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય તે સ્વાભાવિક છે, ત્યારે આજરોજ વડોદરાના વેમાલી ગામના પૂર્વ સરપંચ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા તેઓ 35 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા જેઓએ આજે કોંગ્રેસનો ફેસ ધારણ કર્યો હતો. વડાપ્રધાને ધુરા સોંપીને વર્તમાન શાસકોએ વિનાશ વેર્યો કોંગ્રેસમાં જોડાનાર વેમાલીના પૂર્વ સરપંચે જણાવ્યું હતું કે, હું 35 વર્ષથી ભાજપનો સૈનિક રહ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટાયા બાદ વર્તમાન શાસકોને ધુરા સોંપી ત્યાર બાદ આ લોકોએ વિકાસને વિનાશમાં પરિવર્તિત કરી દીધો છે. અમારા વિસ્તારમાં પાણી માટે અનેકવિધ રજૂઆત કરી છે છતાં પણ શાસકો દ્વારા કોઈ ધ્યાન અપાતું નથી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે અમારા વિસ્તારમાં કેટલોક ભાગ વાઘોડિયા વિધાનસભામાં લાગે છે તો કેટલાક ભાગ સયાજીગંજ વિધાનસભામાં લાગે છે જેથી ધારાસભ્યો પણ કોઈ ધ્યાન આપતા નથી. છેવટે કંટાળીને મેં કોંગ્રેસમાં આવવાનું પસંદ કર્યું છે. અમદાવાદના પૂર્વ મેયર તમામને આવકાર્યા અમદાવાદના પૂર્વ મેયર હિંમત પટેલે કોંગ્રેસમાં જોડાનાર તમામ કાર્યકરોને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. શહેર પ્રમુખ ઋત્વિજ જોષી તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં આ તમામ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે આ વિસ્તારમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટેના ધ્યેય સાથે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. નિલેશ પટેલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી વેમાલી ગામના પૂર્વ સરપંચ નિલેશ પટેલે જો કોંગ્રેસ ટિકિટ આપે તો કોર્પોરેશનની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગી દ્વારા આગામી એક બે દિવસમાં બીજી યાદી જાહેર કરવામાં આવશે ત્યારે હાલમાં જે લોકો રહી ગયા છે તેઓ પણ આશાવાદી બન્યા છે અને પોતાનું નામ જાહેર થાય તેવી સંભાવનાઓ જોઈ રહ્યા છે.
Read Original Article →