વારસાને વરદાન:વડોદરાની યુનેસ્કો તરફ કૂચ, સ્થાપત્યોનું જતન કરવા સરકારે પહેલીવાર હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની રચના કરી
વડોદરાની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરને સુરક્ષિત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ઐતિહાસિક અને દુરંદેશી નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાના ગઠનના 50 વર્ષે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે વીએમસી-વુડા વિસ્તાર માટે સત્તાવાર ‘હેરિટેજ કન્ઝર્વેશન કમિટી રચી છે. જે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈ શહેરની ઐતિહાસિક ઇમારતો, વારસાનું સંરક્ષણ કરશે. રાજ્ય સરકારે 1 મેએ બહાર પાડેલા ઠરાવ મુજબ, સમિતિ CGDCR-2017ની અનુસૂચિ-19 હેઠળ કાર્યરત થશે. વડોદરા ગાયકવાડી મહેલો, ઇમારતો અને નગરયોજના માટે જાણીતું છે. સમિતિનો હેતુ ઝડપી શહેરીકરણમાં વારસાને નુકસાન ન પહોંચે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ધરોહરનું સંતુલન જળવાય તે છે. સમિતિની સ્થાપનાથી શહેરની ઓળખ જાળવી રાખવા માટે પ્રથમ વખત મજબૂત કાયદાકીય અને સંસ્થાગત માળખું ઉપલબ્ધ થયું છે. પાલિકાએ વર્ષ 2012-13માં 129 હેરિટેજ ઇમારતો રેખાંકિત કરી ગ્રેડમાં વહેંચી હતી
પાલિકાએ શહેરના 129 સ્થાપત્યોને હેરિટેજ સ્ટ્રક્ચર તરીકે ચિહ્નિત કર્યા હતા. આ યાદી વડોદરા સ્માર્ટ સિટી મિશન હેઠળના પ્રોજેક્ટ્સ અને હેરિટેજ વોક માટે પાયા સમાન બની હતી. ઇમારતોને ઐતિહાસિક કિંમત અને સ્થાપત્ય શૈલીના આધારે ગ્રેડ-1, ગ્રેડ-2 અને ગ્રેડ-3માં વહેંચાઇ હતી. સંરક્ષણની યાદીમાં ઇમારતો જ નહીં, સુરસાગર, સિદ્ધનાથ તળાવ પણ હતાં. આજવા સરોવર અને ગાર્ડનને હેરિટેજ માન્યતા અપાઈ હતી. કમાટીબાગને આખી હેરિટેજ સાઈટ જાહેર કરાઈ હતી. જેમાં મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ અને બેન્ડ સ્ટેન્ડ જેવી સંરચનાઓનો વિશેષ ઉલ્લેખ હતો. નજરબાગ અને અન્ય રાજવી કાળના નાના બગીચાઓને ‘હેરિટેજ ઝોન’ તરીકે ઓળખાવ્યો હતો. કમિટી શું કરશે (ઇનસાઇડ) જાહેર જાગૃતિ: સાંસ્કૃતિક પર્યટનને વેગ આપવો અને નાગરિકોમાં વારસા પ્રત્યે જાગૃતિ લાવવી. ટકાઉ વિકાસ: શહેરની ઐતિહાસિક ઓળખને નુકસાન પહોંચાડ્યા વિના ટકાઉ શહેરી વિકાસ સુનિશ્ચિત કરવો. કમિટીમાં કોણ? સ્થાપત્યોનું ક્રમબદ્ધ રીતે સંરક્ષણ કરવામાં આવશે
વડોદરાને યુનેસ્કોની ‘ક્રિએટિવ સિટી’ની યાદીમાં સ્થાન અપાવવા પાલિકા વ્યવસ્થિત પ્રક્રિયા અનુસરી રહી છે. હેરિટેજ સેલે ઓળખ કરેલા ઐતિહાસિક સ્થાપત્યોને હેરિટેજ કન્ઝર્વેશન કમિટી નોટિફાય કરશે. જેથી કાયદેસર હેરિટેજ દરજ્જો મળે. સ્થાપત્યોને ક્રમબદ્ધ પ્રોજેક્ટ તરીકે સંરક્ષિત કરાશે. માન્યતા માટે તે જરૂરી છે, મજબૂત આયોજન અને સત્તાવાર દસ્તાવેજીકરણથી જ યુનેસ્કોમાં શહેરનો દાવો સ્વીકાર્ય બને. - અરૂણ મહેશ બાબુ, મ્યુનિ. કમિશનર, VMC
Read Original Article →