સરદાર એસ્ટેટમાં જૂની ઝઘડાની અદાવતમાં ખંજરથી હુમલો:યુવકને પેટ અને છાતીના ભાગે ખંજર ઝિંકનાર આરોપી સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા

Gujarat4/11/2026, 12:48:56 PM
સરદાર એસ્ટેટમાં જૂની ઝઘડાની અદાવતમાં ખંજરથી હુમલો:યુવકને પેટ અને છાતીના ભાગે ખંજર ઝિંકનાર આરોપી સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા
વડોદરા શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલા બાબાદેવના મંદિર પાસે જૂની અદાવતમાં યુવક પર ખંજરથી જીવલેણ હુમલો કરાયો છે. જેના કારણે યુવક લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બાપોદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમાધાન થઈ ગયું હોવા છતાં ફરી આરોપીઓએ રાતે ઝઘડો કર્યો પ્રાપ્ત માહિતી મૂળ વતન બાંસવાડા અને હાલમાં લેપ્રેસી ગ્રાઉન્ડ, આજવા રોડ ખાતે રહેતા મેશ દેવા માઈડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સરદાર એસ્ટેટ પાસે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મકન પ્રભુ મઈડા સહિત ત્રણ અન્ય શખસો (તમામ હાલ રહેવાસી વડોદરા, મૂળ બાંસવાડા, રાજસ્થાન) તા. 10 એપ્રિલના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે અગાઉ મોબાઇલ બાબતે થયેલા ઝઘડાની અદાવતે ફરી ઝઘડો કર્યો હતો. થયેલા ઝઘડાનું સમાધાન થઈ ગયું હોવા છતાં આરોપીઓએ રાત્રે ફરી તેમની સાથે ઝઘડો કર્યો હતો. યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયો હતો ત્યારબાદ તેઓએ ભેગા મળીને તેમના ભાઈ કાળુ દેવા મઈડાને પકડી રાખ્યા હતા અને મકન મઈડાએ ખંજર વડે છાતી, પેટ, કમર તથા શરીરના અન્ય ભાગોમાં ઘા માર્યા હતા અને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી, કાળુ દેવા મઈડા લોહી લુહાણ હાલતમાં જમીન પર પટકાયો હતો. આ બનાવને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બાપોદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Read Original Article →