'કોંગ્રેસ માફી માંગે':ખડગેના નિવેદન સામે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા મૌન ધરણા કાર્યક્રમ

Gujarat4/7/2026, 1:46:07 PM
'કોંગ્રેસ માફી માંગે':ખડગેના નિવેદન સામે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા મૌન ધરણા કાર્યક્રમ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા મૌન ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો જોડાયા હતા. ગુજરાતની પ્રજા અભણ નથી મલ્લિકાર્જુન ખડગે નિવેદન આપ્યું હતું કે ગુજરાતની પ્રજા અભણ છે અને તેના કારણે ભાજપ તેમણે ભરમાવી રહી છે. આ નિવેદન બાદ ભાજપ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેર યુવા મોરચા દ્વારા યોજાયેલા મૌન ધરણામાં કાર્યકરોએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને તેઓ સંદેશ પહોંચાડ્યો હતો એ ગુજરાતની પ્રજા અભણ નથી. 'કોંગ્રેસ માફી માંગે' ભાજપના શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેનું આ નિવેદન ગુજરાતીઓનું અપમાન છે. ગુજરાતે અનેક વિભૂતિઓ દેશને આપી છે ત્યારે આ નિવેદન એ તમામ આગેવાનોનું અપમાન છે. ત્યારે કોંગ્રેસે આ મુદ્દે ગુજરાતની પ્રજાની માફી માંગવી જોઈએ. આ કાર્યક્રમમાં દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ, પૂર્વ મંત્રીઓ સહિતના આગેવાનો જોડાયા હતા. આગામી દિવસમાં અનેક વિરોધ કાર્યક્રમ યોજાશે ભાજપ દ્વારા કોંગ્રેસના આ નિવેદનના પગલે આગામી દિવસોમાં અનેક વિરોધ કાર્યક્રમો આપવામાં આવશે. જિલ્લા ભાજપ દ્વારા પણ આ અંગે વિરોધ પ્રદર્શન નોંધવામાં આવશે. ત્યારે ખડગેના આ નિવેદનના પગલે ભાજપ આક્રમક મૂડમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
Read Original Article →