વડોદરા પાસે ખેતરમાંથી યુવકનો ડીકોમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો:મૃતદેહ 4 દિવસ જૂનો હોવાની આશંકા, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે

Gujarat6/7/2026, 11:36:06 AM
વડોદરા પાસે ખેતરમાંથી યુવકનો ડીકોમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો:મૃતદેહ 4 દિવસ જૂનો હોવાની આશંકા, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ ગામમાં આવેલા એક ખેતરમાં યુવકનો ડીકોમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેતરમાં પાક કાપવા ગયેલા ખેડૂતને મૃતદેહ જોતા તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ ગામમાં ખેડૂત પાક કાપવા માટે ખેતરમાં ગયા હતા, ત્યારે તેમને ખેતરના એક ખૂણામાં મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતદેહમાંથી ભારે દુર્ગંધ આવતી હતી. જેથી ઘટનાની જાણ તાત્કાલિક વડુ પોલીસને કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વડુ પોલીસે મૃતદેહને ખેતરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતદેહ 3થી 4 દિવસથી ખેતરમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરતાં મૃતક યુવકની ઓળખ ઠાકોરભાઈ (ઉ.વ.40) તરીકે ઓળખતા હોવાનું અને તે કાંકરિયાપુરા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. યુવક છૂટક મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરતો હતો. હાલ પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું ચોક્કસ કારણ સામે આવશે અને તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →