ઇન્સ્ટાગ્રામ પર અપમાનજનક મેસેજ મામલે યુવતીની ફરિયાદ:વડોદરામાં 23 વર્ષીય યુવતીના એકાઉન્ટ પર યુવકે 1થી 5 હજાર રૂપિયા કિંમત લખીને અભદ્ર ટિપ્પણી કરી

Gujarat4/8/2026, 7:51:56 AM
ઇન્સ્ટાગ્રામ પર અપમાનજનક મેસેજ મામલે યુવતીની ફરિયાદ:વડોદરામાં 23 વર્ષીય યુવતીના એકાઉન્ટ પર યુવકે 1થી 5 હજાર રૂપિયા કિંમત લખીને અભદ્ર ટિપ્પણી કરી
વડોદરાના બાજવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્ટાગ્રામ મારફતે અપમાનજનક મેસેજ અને કોમેન્ટ અંગે ફરિયાદ નોંધાવી છે. બાજવાના જ યુવકે યુવતીના એકાઉન્ટ પર યુવકે 1થી 5 હજાર રૂપિયા કિંમત લખીને અભદ્ર ટિપ્પણી કરી હતી. જવાહરનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવકની ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી યુવતીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મુજબ યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પોતાના અંગત ઉપયોગ માટે ખરીદેલા આઈફોન મોબાઈલમાં તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. 20 દિવસ પહેલા mahesh_sam_event_baroda નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી, જે યુવતીએ સ્વીકારી નહોતી. ત્યારબાદ તા. 6 એપ્રિલ 2026ના રોજ યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પરિવારજનો સાથેના ફોટાઓની સ્ટોરી મુકેલી હતી. યુવકે ફોટાઓ પર રકમ લખીને મેસેજ મોકલ્યો હતો આ સ્ટોરી જો્યા બાદ આરોપી ઇન્સ્ટાગ્રામ ધારકે ફોટાઓ પર 1000થી લઈને 5000 સુધીની રકમ લખીને તા. 7 એપ્રિલ 2026ના રોજ મેસેજ મોકલ્યો હતો. યુવતીએ આ અંગે પુછપરછ કરતાં પણ કોઈ જવાબ આપ્યો નહોતો, પરંતુ સ્ટોરી પર અત્યંત અપમાનજનક કોમેન્ટ્સ કરી હતી. યુવતીએ યુવક સામે ફરિયાદ નોંધાવી આ બનાવ અંગે યુવતીએ પોતાની જેઠાણીને જાણ કરતાં તેમણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દેખાતો આરોપીની ઓળખ મહેશભાઈ ભરતભાઈ પરમાર, (રહેવાસી શુભ ટેનામેન્ટ, બાજવા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. જવાહરનગર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →