શિવભક્તને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ:સ્વ. યોગેશ પટેલની પ્રાર્થનાસભા આવતીકાલે યોજાશે, નવલખી મેદાનમાં એસી ડોમ-વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ
વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના વરિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના 2 જૂને દુઃખદ નિધન બાદ સમગ્ર રાજ્ય અને શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ લોકનેતાના આત્માની શાંતિ અર્થે આવતીકાલે 6 જૂને રવિવારના રોજ એક વિશાળ પ્રાર્થના સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના રાજકીય આગેવાનો પ્રાર્થનાસભામાં જોડાશે
યોગેશ પટેલનું 2 જૂનના રોજ નિધન થયું હતું. અને 4 જૂનના રોજ તેઓના પાર્થીવ શરીરને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો. અંતિમ ક્રિયામાં રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જોડાયા હતા. ત્યારે રવિવારના રોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના ઐતિહાસિક અને વિશાળ નવલખી મેદાન ખાતે આ શોકસભા યોજાશે. રવિવારે સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન આયોજિત આ પ્રાર્થના સભામાં સ્વર્ગસ્થ નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના ટોચના રાજકીય આગેવાનો, મંત્રીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ વડોદરા શહેરના નાગરિકો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ગરમીને ધ્યાનમાં રાખીને એસી ડોમ ઉભો કરાયો
આટલી મોટી સંખ્યામાં જનમેદની અને વીવીઆઈપી મહાનુભાવોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નવલખી મેદાન પર તમામ જરૂરી તૈયારીઓ આખરી ઓપમાં મૂકી દેવામાં આવી છે. ઉનાળાની ઋતુ અને ગરમીને ધ્યાનમાં રાખીને મેદાન પર એક અત્યંત વિશાળ એર-કંડિશનર ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી આવનાર લોકોને કોઈ તકલીફ ન પડે. આ ઉપરાંત વરસાદી માહોલમાં પણ તકલીફ ન પડે તેવો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી દેવાઈ
રાજકીય ક્ષેત્રના દિગ્ગજ નેતાઓ અને ઉચ્ચ હોદ્દેદારોની સુરક્ષા તેમજ વાહનોના યોગ્ય પાર્કિંગ માટે જ નવલખી મેદાન જેવા વિશાળ સ્થળની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી મોટા નેતાઓની અવરજવર થવાની હોવાથી પોલીસ વિભાગ પણ સંપૂર્ણપણે સજ્જ બન્યો છે. સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા રૂટ પ્લાનિંગ અને ચુસ્ત બંદોબસ્તનું વિશેષ આયોજન અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યું છે.
Read Original Article →