ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલાનું પર્સ ચોરાયું:રોકડ, મોબાઈલ સહિત 1.64 લાખનો મુદ્દામાલ ગાયબ, અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાઈ

Gujarat5/23/2026, 12:44:59 PM
ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલાનું પર્સ ચોરાયું:રોકડ, મોબાઈલ સહિત 1.64 લાખનો મુદ્દામાલ ગાયબ, અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાઈ
રેલવેમાં મુસાફરી પણ ખુબજ જોખમી બની છે. હવે ટ્રેનમાં મુસાફરી દરમ્યાન જો કોઈ મુસાફર સૂઈ જાય કે નજર ચૂક થાય તો ચોર ઈસમો તૈયાર બેઠા હોય છે અને ચોરીને અંજામ આપતા હોય છે. કેરળ રાજ્યના એક મહિલા મુસાફર સાથે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચોરીની એક ઘટના સામે આવી છે. તિરુવલ્લીથી અમદાવાદ જઈ રહેલી આ મહિલાનું પર્સ વડોદરા રેલ્વે સ્ટેશન નજીક કોઈ અજાણ્યા શખસે ચોરી કરી લેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ કેરળના મલ્લપલ્લી ઈસ્ટ વિસ્તારમાં રહેતા મહિલા ઉપાકુમારી સોમનાથન પીલ્લઈએ વડોદરા રેલવે પોલીસ સમક્ષ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમણે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 15256 તિરુવલ્લી-ભાવનગર એક્સપ્રેસમાં પોતાના પરિવાર સાથે અમદાવાદ તરફ મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમણે કાળા રંગનું અને ગોલ્ડન હેન્ડલવાળું લેડીઝ પર્સ પોતાના માથા નીચે રાખીને ઊંઘી ગયા હતા. ટ્રેનમાં બાથરૂમ જવા ગયા ને પર્સ ગૂમ ત્યારબાદ ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશને પહોંચે તે પહેલાં તેઓ બાથરૂમ જવા માટે જાગ્યા ત્યારે તેમનું પર્સ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. આસપાસમાં તપાસ કરવા છતાં પર્સ મળી આવ્યું ન હતું. ચોરી થયેલા પર્સમાં અંદાજે રૂ.10 હજારની રોકડ રકમ, મોબાઈલ ફોન, બેંકનું ATM કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ અને મેડિકલ કાર્ડ સહિતના અન્ય મહત્વના દસ્તાવેજો હતા. અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી ચોરી થયેલા આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ.1.64 લાખ જેટલી હોવાનું જણાવવામાં આવ્યું છે. મહિલાએ મોબાઈલ ફોનના સંભવિત દુરુપયોગને અટકાવવા માટે તાત્કાલિક હેલ્પલાઈન પર પણ ફરિયાદ નોંધાવી દીધી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →