24 કલાકમાં ઝેરી દવા પીવાના ત્રણ બનાવ, એકનું મોત:વાઘોડિયા રોડના કોમ્પ્લેક્સમાં ઝેરી દવા પી લેનાર મહિલાએ જીવ ગુમાવ્યો, અન્ય બે સારવાર હેઠળ

Gujarat5/15/2026, 10:18:51 AM
24 કલાકમાં ઝેરી દવા પીવાના ત્રણ બનાવ, એકનું મોત:વાઘોડિયા રોડના કોમ્પ્લેક્સમાં ઝેરી દવા પી લેનાર મહિલાએ જીવ ગુમાવ્યો, અન્ય બે સારવાર હેઠળ
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ઝેરી દવા પી આપઘાતના પ્રયાસના ત્રણ બનાવમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેમાં વાઘોડિયા રોડ પર આવેલા મનન કોમ્પ્લેક્સમાં રહેતી 37 વર્ષીય મહિલાએ ગત રાત્રે અજાણ્યા કારણસર ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગત રાત્રે ઝેરી દવા પી લીધી હતી, જેમાં મહિલાનું મોત મળતી વિગતો અનુસાર, દશા માતાના મંદિરની નજીક આવેલા મનન કોમ્પ્લેક્સમાં રહેતાં પ્રિયંકાબેન મહેન્દ્રભાઈ મિસ્ત્રીએ ગત રાત્રે 10 વાગ્યે ઘરે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમને ઊલટી થવા લાગી અને તેઓ બેહોશ થઈ ગયાં હતાં. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. પાણીગેટ પોલીસે આ મામલે પૂછપરછ શરૂ કરી છે અને મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. બીજો બનાવ, માંજલપુરમાં યુવતીએ દવા પીધી આ જ રાત્રે માંજલપુર વિસ્તારમાં બીજી એક ઘટના બની હતી. બાલકિશન સોસાયટીમાં રહેતી 20 વર્ષીય મમતા કુમારી વિરુભાઈએ 11 વાગ્યા બાદ ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેમને પણ ઊલટી થવા લાગી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની હાલત સુધારા પર છે. માંજલપુર પોલીસે આ કેસની વધુ તપાસ શરૂ કરી છે. ત્રીજો બનાવ, શખસે ઉંદર મારવાની ઝેરી દવા પીધી તેવી જ રીતે, વાડી વિસ્તારના રંગમહોલમાં શનિ મંદિરથી આગળ રહેતા મોનાલભાઈ સુનિલભાઈ પટેલે પણ રાત્રે ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ત્રણેય ઘટનાઓની તપાસ હાથ ધરી છે.
Read Original Article →