અડધા વડોદરામાં આવતીકાલથી 30 દિવસ પાણી કાપ:મહીસાગર નદીના ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળશે, જાણો કયા કયા વિસ્તારમાં અસર થશે

Gujarat6/7/2026, 9:09:28 AM
અડધા વડોદરામાં આવતીકાલથી 30 દિવસ પાણી કાપ:મહીસાગર નદીના ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળશે, જાણો કયા કયા વિસ્તારમાં અસર થશે
આવતીકાલથી અડધા વડોદરા શહેરને 30 દિવસ પાણી કાપનો સામનો કરવો પડશે. જેને કારણે વડોદરાવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. મહીસાગર નદીના ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળશે. વડોદરા શહેરના નાગરિકો માટે આગામી દિવસોમાં પાણીનો વપરાશ સાચવીને કરવો પડે તેવા સમાચાર સામે આવ્યા છે. વડોદરા મહાનગર પાલિકાના કાર્યપાલક ઇજનેર દ્વારા જાહેર કરવામાં આવેલી અગત્યની નોટિસ અનુસાર, મહીસાગર નદીમાં આવેલા રાયકા અને દોડકા ફ્રેન્ચવેલમાં રેતીનો જથ્થો આવી ગયો હોવાથી, કૂવામાંથી રેતી કાઢવાની તાકીદની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી તા.08 જૂનથી શરૂ થશે અને અંદાજે 1 મહિના સુધી ચાલવાની શક્યતા છે. 2 થી 3 કલાક પંપ બંધ રહેશે આ સફાઈ કામગીરી દરમિયાન ફ્રેન્ચવેલ પર કાર્યરત પંપોને દિવસ દરમિયાન 2થી 3 કલાક માટે બંધ રાખવામાં આવશે. જેને કારણે રાયકા અને દોડકા ફ્રેન્ચવેલ પરથી થતો પાણીનો સામાન્ય સપ્લાય ઓછો થશે. આ કામગીરીને કારણે આગામી 30 દિવસ સુધી નીચે દર્શાવેલી ટાંકીઓ હેઠળ આવતા કમાન્ડ વિસ્તારોમાં પાણી **ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે આપવામાં આવશે: 1.રાયકા અને દોડકા ફ્રેન્ચવેલ આધારિત ટાંકીઓ: એરપોર્ટ બૂસ્ટર, આજવા રોડ ટાંકી, ખોડિયારનગર બૂસ્ટર, વારસિયા બૂસ્ટર, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, દરજીપુરા બૂસ્ટર, સમા ટાંકી, પૂનમ નગર ટાંકી, નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, વ્હિકલપૂલ બૂસ્ટર, સયાજીબાગ ટાંકી, જેલ ટાંકી, પાણીગેટ ટાંકી અને લાલબાગ ટાંકી. 2. ફાજલપુર ફ્રેન્ચવેલ આધારિત ટાંકીઓ: પરશુરામ બૂસ્ટર, જુનીગઢી બૂસ્ટર, વ્હિકલપૂલ બૂસ્ટર, વારસિયા બૂસ્ટર, છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, સમા જૂની ટાંકી, સમા-પૂનમ નગર ટાંકી, ટી.પી.-૧૩ ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાંકી, નવી ધરતી બૂસ્ટર, ફતેહપુરા બૂસ્ટર, સાધનાનગર બૂસ્ટર અને બકરાવાડી બૂસ્ટર. અમુક કિસ્સાઓમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ખોરવાવાના કારણે નીચેની ટાંકીઓના કમાન્ડ વિસ્તારમાં પણ પાણી ઓછા સમય અને ઓછા પ્રેશરથી મળી શકે છે. ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને રેતી કાઢવાની આ કામગીરીના સમયગાળામાં પરિસ્થિતિ મુજબ ફેરફાર થઈ શકે છે. પાલિકા દ્વારા જાહેર જનતાને આ બાબતની નોંધ લેવા અને તંત્રને સહકાર આપવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
Read Original Article →