ભાજપ ઉમેદવાર અવની સ્ટેમ્પવાળા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા:પોસ્ટરમાં લખ્યું 'આ ઉમેદવાર યોગ્ય નથી', ભાજપના આગેવાન વિજય પવારની પણ વિવાદિત પોસ્ટ

Gujarat4/13/2026, 6:06:25 AM
ભાજપ ઉમેદવાર અવની સ્ટેમ્પવાળા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા:પોસ્ટરમાં લખ્યું 'આ ઉમેદવાર યોગ્ય નથી', ભાજપના આગેવાન વિજય પવારની પણ વિવાદિત પોસ્ટ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના મંડાણ થઈ ચૂક્યા છે. ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવાયા છે. તો કેટલાક ઉમેદવારો સામે અપપ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. શહેરના ગોત્રી વિસ્તારમાં વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાળા વિરોધ પોસ્ટર વોર શરૂ થયો હતો. આ વિસ્તારમાં ઉમેદવાર યોગ્ય નથી તેવા પોસ્ટર લાગ્યા છે. બેનર થકી અસંતોષ વ્યક્ત કરવાનો પ્રયત્ન? શહેરમાં ઉમેદવારો સામે વિરોધ જોવા મળી રહ્યો છે. નારાજગી ખૂબ છે પરંતુ ખુલીને સામે આવી રહી નથી. ત્યારે કેટલાક લોકો આ રીતે બેનરો થકી પોતાની નારાજગી વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અથવા વિરોધીઓ પણ કાવતરા કરી શકે છે. શહેરના વોર્ડ 10માં ગોત્રી અને ભાયલી વિસ્તારમાં લાગેલા પોસ્ટર હાલ ચર્ચાનો વિષય બન્યા છે. 'એટલો પણ વિકાસ ન કરો કે લોકોએ કાદવમાં રહેવું પડે' ગોત્રી વિસ્તારના ચાર રસ્તા ઉપરના સર્કલ ઉપર બેનર લગાવવામાં આવ્યા હતા. જેમાં અવની સ્ટેમ્પવાલાના ફોટો ઉપર ચોકડી મારી નીચે લખ્યું છે કે ઉમેદવાર યોગ્ય નથી. આ ઉપરાંત અન્ય એક બેનર પર લખવામાં આવ્યું હતું. આ વાક્ય લખીને કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો છે. બેનર પર એન્ટી BJPનું હેશટેગ અવની સ્ટેમ્પવાલા સામે લાગેલા પોસ્ટર્સમાં નીચે હેશટેગ પણ આપવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં #anti bjp લખવામાં આવ્યું હતું. જો કે આ પોસ્ટર આ જ વોર્ડના અન્ય એક ઉમેદવાર કે જેઓ રિપીટ થયા છે તેઓ દ્વારા ઉતારી લેવડાવવામાં આવ્યા હતા. ત્યારે આ તો માત્ર એક જ વોર્ડની વાત છે. હજુ અનેક વોર્ડમાં આગામી દિવસોમાં અસંતોષ ફૂટીને બહાર નીકળે તો નવાઈ નહીં. રિઝર્વ પ્લોટ મુદ્દે પૂર્વ કાઉન્સિલરો પર પ્રહાર ભાજપના નેતા અને આ વખતે ઉંમરના કારણે ટિકિટ કપાતા દુભાયેલા નેતા વિજય પવારે પોતાના ફેસબુક ઉપર એક વિવાદિત પોસ્ટ મૂકી હતી. તેઓએ ભગવાન ગણેશને દર્શન કરતો ફોટો મૂકી લખ્યું છે કે, ગણેશજીને પ્રાર્થના કરું છું કે, આ વખતએ 76 કમળ જીતે. 6થી 7 કરોડ બજેટના પૈસા કે જે લોકોના ટેક્સના પૈસા છે તેનું વ્યવસ્થિત આયોજન સાથે વપરાય છે કે નહીં અને સાથે કામની ગુણવત્તા ચકાસી શકાય. લોકોને ટેક્સના પૈસાનું વળતર મળી રહે તે માટે ચૂંટીને મોકલે છે તે ભૂલી ન જવાય. ટીપીમાં પડેલા રિઝર્વ પ્લોટની ચિંતા કરી શકાય કોઈ ચોરી જાય કોઈ વેચી નાખે કોઈ દબાવી દે નહીં તેની ચિંતા કરી શકાય. કોઈ વેચી નાખે, કોઈ દબાવી દે નહિ તેની ચિંતા કરી શકાય. કટાક્ષમાં લખ્યું કે, હું તો 60 વર્ષ ઉપરનો થઈ ગયો છું કામ કરી શકતો નથી. 70 વર્ષનો થઈશ પછી પાછો મજબૂત થઈ પાછો કામ કરવા આવીશ. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ પ્લોટની વાત છંછેડીને તેઓએ કેટલાક પૂર્વ કાઉન્સિલરો અને તેઓના મળતિયા આગેવાનો ઉપર સીધું નિશાન તાક્યું છે.
Read Original Article →