બે દિવસ આ રસ્તેથી ન જતા, અટવાઈ જશો:મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરીને લઈને વડસર બ્રિજ 15 અને 16 એપ્રિલના રોજ બંધ રહેશે, જાણો કયા છે વૈકિલ્પક રસ્તાઓ

Gujarat4/13/2026, 2:31:25 PM
બે દિવસ આ રસ્તેથી ન જતા, અટવાઈ જશો:મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરીને લઈને વડસર બ્રિજ 15 અને 16 એપ્રિલના રોજ બંધ રહેશે, જાણો કયા છે વૈકિલ્પક રસ્તાઓ
વડોદરા શહેરમાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનરે વડસર બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન અને વૈકલ્પિક વ્યવસ્થાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. એલ એન્ડ ટી દ્વારા હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના C-4 પેકેજ હેઠળ સિવિલ વર્કની કામગીરી ચાલુ છે. આ કામગીરીના ભાગરૂપે તા. 15 અને 16 એપ્રિલ દરમિયાન વડોદરા શહેરના વડસર રેલવે ઓવર બ્રિજ પર ગર્ડર લોન્ચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન સલામતીના હેતુસર વડસર રેલવે ઓવર બ્રિજ પરથી પસાર થતાં તમામ પ્રકારના વાહનો માટે અવરજવર સંપૂર્ણપણે પ્રતિબંધિત રાખવાનો નિર્ણય પ્રોજેક્ટ મેનેજર દ્વારા લેવામાં આવ્યો છે. વડોદરા શહેરના નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે ચાલુ રહે તે માટે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મુકવા પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1)(બી) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરી તા. 15 એપ્રિલ 2026ના રોજ રાત્રે 23:30 કલાકથી તા. 16 એપ્રિલ 2026 ના રોજ સવારે 04:00 કલાક સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ટ્રાફિક નિયંત્રણ અમલમાં રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
Read Original Article →