પોલીસે આરોપીઓને કાન પકડાવી ઉઠકબેઠક કરાવી:લગ્ન પ્રસંગમાં પાણી ઢોળવા મુદ્દે બોલાચાલી બાદ ધમાલ મચાવી હતી, 14માંથી 11 આરોપી ઝડપાયા

Gujarat4/8/2026, 3:42:33 AM
પોલીસે આરોપીઓને કાન પકડાવી ઉઠકબેઠક કરાવી:લગ્ન પ્રસંગમાં પાણી ઢોળવા મુદ્દે બોલાચાલી બાદ ધમાલ મચાવી હતી, 14માંથી 11 આરોપી ઝડપાયા
વડોદરમાં શહેરના એકતાનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં પાણી ઢોળવા જેવી સમાન્ય બાબતે મામલો બિચક્યો હતો અને બે જૂથ સામ સામે આવી જતા અફરાતફરી મચી જવા પામી હતી. આ કેસમાં બાપોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 14 પૈકી 11 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ધમાલ મચાવનાર આરોપીઓએ કાન પકડીને ઉઠકબેઠક પણ કરી હતી. પાણી ઢોળવા મુદ્દે બે જૂથ આવ્યા સામસામે 06 એપ્રિલની રાત્રે એકતાનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પક્ષ વચ્ચે બબાલ થઈ હતી. આ સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી હાથાપાઈ, મારામારી અને એકબીજા પર પથ્થરમારો સુધી પહોંચી હતી. આ ઘટનામાં બંન્ને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. બંન્ને પક્ષે ફરિયાદ નોંધાઈ હતી ઘટનાની ગંભીરતા જોતા બાપોદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી મામલો શાંત પાડયો હતો. પોલીસે આ ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે. જેમાં 14 સામે નામજોગ ફરિયાદ નોધવામાં આવી હતી. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.યુ. પસ્તાગીયા અને તેમની ટીમે સીસીટીવી ફુટેજ, સ્થાનિક સાક્ષીઓ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 14 આરોપીમાંથી 11 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ આરોપીઓની શાન ઠેકાણે લાવી આ કાર્યવાહીમાં આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક પણ પોલીસે કરાવી હતી. ફિરોઝ ઉર્ફે હુક્કા શફીભાઈ મન્સૂરી, ઇમરાન ઉર્ફે ઇલ્લુ મુસ્તાક મન્સૂરી , સાહિલ ફિરોઝ ઉર્ફે હુક્કા મન્સૂરી , સમીર ઉર્ફે કાકા અશરફભાઈ પઠાણ , જુબેર જાકીરભાઈ મન્સૂરી અને સામે પક્ષે સલીમુદ્દીન કુતુબુદ્દીન શેખ, તમીજુદ્દીન કુતુબુદ્દીન શેખ , બશીરભાઈ રસૂલભાઈ મલેક અને ફારુક ઉર્ફે બબલુ ફરીદખાન પઠાણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →