MSUની વિદ્યાર્થિની બની 'ધક ધક ગર્લ', VIDEO:ABVPના કાર્યક્રમમાં યુનિ.ને લાંછન લગાવતું કૃત્ય, NSUIએ કહ્યું- 'સંસ્કૃતિના નામે અશ્લીલતા ફેલાવતા સંગઠનો પર રોક લગાવો'

Gujarat4/12/2026, 11:22:32 AM
MSUની વિદ્યાર્થિની બની 'ધક ધક ગર્લ', VIDEO:ABVPના કાર્યક્રમમાં યુનિ.ને લાંછન લગાવતું કૃત્ય, NSUIએ કહ્યું- 'સંસ્કૃતિના નામે અશ્લીલતા ફેલાવતા સંગઠનો પર રોક લગાવો'
વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સી.સી. મહેતા ઓડિટોરિયમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત 'સંસ્કાર સંગમ' કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે NSUI અને શિક્ષણ જગતમાં આકરી ટીકાઓ થઈ રહી છે. યુનિ.ની ગરિમાને લાંછન લગાડતો ડાન્સ વીડિયો વાયરલ થયો એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની એક વિદ્યાર્થિનીએ ABVPના ત્રિ-દિવસીય 'સંસ્કાર સંગમ' ફેસ્ટ દરમિયાન બોલિવૂડના જાણીતા ગીત “ધક ધક કરને લગા” પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ ડાન્સનો વીડિયો વાયરલ થતા જ લોકોએ તેને યુનિવર્સિટીની ગરિમા અને સંસ્કારી નગરીની ઓળખને લાંછન લગાડનારું ગણાવ્યું છે. NSUIનો આકરો પ્રહાર અને સત્તાધીશોને અપીલ આ ઘટના અંગે NSUIના પ્રમુખ અમર વાઘેલાએ આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, "MS યુનિવર્સિટી એ વિદ્યાનું ધામ છે, મનોરંજન કે અશ્લીલતાનું નહીં. સંસ્કારના નામે યોજાયેલા કાર્યક્રમમાં આવું કૃત્ય અત્યંત શરમજનક છે." આ ઘટના અંગે NSUIની મુખ્ય માંગણીઓ: ABVPનો ખુલાસો, "વિદ્યાર્થિનીએ રજિસ્ટ્રેશન વગર પર્ફોર્મ કર્યું" વિવાદ વકરતા ABVPના પ્રમુખ વેદ ત્રિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે, 'સંસ્કાર સંગમ' ફેસ્ટમાં કુલ 140 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં ટ્રેડિશનલ ડાન્સ, નાટક અને વોક જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જોકે, જે વિદ્યાર્થિનીનો વીડિયો વાયરલ થયો છે, તેણે આ કાર્યક્રમ માટે કોઈ રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું. તેણી કાર્યક્રમમાં બ્રેક દરમિયાન પોતાની રીતે પર્ફોર્મ કરવા સ્ટેજ પર આવી હતી, જેમાં સંગઠનની કોઈ ભૂમિકા નથી.
Read Original Article →