વડોદરા સ્ટેશન પર યાર્ડ રીમોડિલંગ કામને લઈ ટ્રેનો પ્રભાવિત:21 મેથી 20 જૂન સુધી ટ્રાફિક અને પાવર બ્લૉક લેવાશે, છાયાપુરી, બાજવા, વિશ્વામિત્રી સ્ટેશન પર ટ્રેન શોર્ટ ટર્મિનેટ/ઓરિજીનેટ કરાશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં વડોદરા સ્ટેશન પર બ્લૉક હેઠળ વડોદરા સ્ટેશન યાર્ડમાં યાર્ડ રીમૉડલિંગની સાથે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમીશનીંગ કામ માટે TWO અને નૉન ઈન્ટરલોકિંગ (NI) કામ કરવામાં આવી રહ્યું છે જેની શરૂઆત તારીખ 16.05.26થી કરવામાં આવી હતી. જેના હેઠળ કામ માટે ટ્રાફિક અને પાવર બ્લૉક લેવામાં આવી રહ્યા છે. યાત્રીઓની સુવિધાઅને સુરક્ષિત રેલવે સંચાલન સુનિશ્ચિત કરવા માટે કેટલીક ટ્રેનોનું ટર્મિનેશન અને ઓરિજિનેશન હંગામી ધોરણે વિશ્વામિત્રી (VS), બાજવા (BJW), છાયાપુરી (CYI) અને મકરપુરા (MPR) સ્ટેશનો પર કરવામાં આવશે. 21 મેથી 20 જૂન સુધી ટ્રાફિક અને પાવર બ્લૉક લેવામાં આવશે
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવન સક્સેના દ્વારા આપવામાં આવેલા એક પ્રેસ રીલિઝ મુજબ આ કામ હેઠળ વડોદરા સ્ટેશન પર તારીખ 21 મે થી 20 જૂન, 2026 સુધી ટ્રાફિક અને પાવર બ્લૉક લેવામાં આવશે જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. આ મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામને લીધે કેટલીક ટ્રેનોનું શોર્ટ ટર્મિનેશન/શોર્ટ ઓરિજિનેશન કરવામાં આવશે. યાત્રીઓને વિનંતી છે કે યાત્રાથી પહેલાં ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય અદ્યતન માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.
Read Original Article →