હોસ્પિટલ બહાર જ ટ્રાફિકજામ સર્જાયો:ગોત્રી હરિનગર બ્રિજ પાસે ભારે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ, આડેધડ પાર્કિંગ વચ્ચે વાહનચાલકોને હાલાકી
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકાસની સાથે વધતા વાહન વ્યવહારને કારણે ગોત્રી GMERS હોસ્પિટલથી હરીનગર બ્રિજ અને નટુભાઈ સર્કલ સુધીના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આ સ્થિતિને કારણે એમ્બ્યુલન્સ સહિત અન્ય વાહનો ફસાઈ ગયા હતા. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આડેધડ રીતે ઊભી રહેતી રિક્ષાઓ અને દર્દીઓના વાહનોના પાર્કિંગને કારણે ટ્રાફિકજામ
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકાસની ગતિ સાથે લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. ખાસ કરીને ગોત્રી GMERS હોસ્પિટલથી હરીનગર બ્રિજ અને નટુભાઈ સર્કલ તરફના બંને રસ્તાઓ પર રિક્ષાઓ વચ્ચે પેસેન્જરો અને દર્દીઓને લઈ જવા માટે ખેંચાતાણી થવાની ઘટનાઓ વારંવાર જોવા મળે છે. સાથે અહીંયા આડેધડ રીતે ઊભી રહેતી રિક્ષાઓ તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓના વાહનોના પાર્કિંગને કારણે રોજિંદા ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થાય છે. ટ્રાફિક હળવો કરવા ચોક્કસ ડાયવર્ઝન આપવામાં આવે એવી માગ
અહીંયા થઈ રહેલી કામગીરીના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી ટ્રફ ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને રિક્ષામાં લઈ જવા માટે ચાલકો વચ્ચે સ્પર્ધા જેવી સ્થિતિ જોવા મળે છે જેના કારણે આડેધડ પાર્કિંગ ના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના નિવારણ માટે અહીંયા કામગીરી દરમિયાન ચોક્કસ ડાયવર્ઝન આપવામાં આવે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તો બેફામ અને આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે લગામ લગાવી શકશે, સાથે ટ્રાફિક પણ હળવો થશે.
Read Original Article →