પોલીસ RTOની સંયુક્ત ડ્રાઇવ:એક દિવસમાં પેસેન્જર ઓવરલોડ, ફિટનેસ અને LED લાઇટ લગાવનાર 36 ચાલકો સામે કાર્યવાહી
વડોદરા શહેરમાં કેટલાક વાહન ચાલકો નીતિ નિયમોને નેવે મૂકી વાહનો ચલાવતા હોય છે. ત્યારે RTO વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ગઈકાલે સંયુક્ત કામગીરીમાં પેસેન્જર ઓવરલોડ, ફિટનેસ અને LED લાઇટ લગાવનાર 36 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી રૂપિયા 1,85,800 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે ગયા એપ્રિલ માસમાં 2377 વાહનો સામે કાર્યવાહી કરી 83.86 લાખનો દંડ ફટકાર્યો છે. અવારનવાર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે RTO વિભાગે ગત એપ્રિલ મહિનામાં 2377 વાહનો સામે અલગ-અલગ કેસો કરી કુલ 83,86,102નો દંડ ફટકાર્યો હતો. આ સાથે ગઈકાલે પણ વિવિધ વાહનો સામે બે ટીમ બનાવી બે સ્પોર્ટ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 290 કેસોમાં 2.90 લાખ દંડ ફટકારાયો
RTO વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઓવરલોડ વાહનના 177 કેસ (રૂા.21.48 લાખ), ઓવર ડાઈમેન્શનના 48 કેસ (2.83 લાખ) કલન્ડેસ્ટાઇન ઓપરેશન (એસટી વિભાગ સાથે મળીને) 7 કેસ (રૂા. 70,000), વ્હાઇટ LED લાઈટ 258 કેસ (2.58 લાખ ), ફિટનેસ 242 કેસ (7.37 લાખ) સીટબેલ્ટ, હેલ્મેટ 89 કેસ (44,500) તથા બુલ બાર (ગ્રિલ ગાર્ડ)ના 290 કેસોમાં 2.90 લાખ દંડ ફટકારાયો છે. ડ્રાઇવિંગ લાયસન્સના 366 કેસ (9.73લાખ), થર્ડપાર્ટી વીમા વગરના 371 કેસ (7.42 લાખ), ભયજનક રીતે વાહન ચલાવવું 280 કેસ (4.93 લાખ), પીયુસી ચેકિંગના 509 કેસ (2.54 લાખ), નો પાર્કિંગ 516 કેસ (2.58 લાખ), નંબર પ્લેટ વિનાના વાહનોસામે 139 કેસ (1.15 લાખ) અને પરમિટ વિના દોડતા વાહનોસામે 152 કેસો કરી 7.17 લાખનો દંડ કરાયો છે.
Read Original Article →