17 વર્ષની સગીરાએ 23 વર્ષના યુવક સાથે લગ્નની જીદ પકડી:દીકરીએ પરિવારને હેરાન કરતા આખરે પિતાએ અભયમની મદદ માગી, 181ની ટીમે કાઉન્સિલિંગ કરી મામલો થાળે પાડ્યો

Gujarat5/21/2026, 6:35:00 PM
17 વર્ષની સગીરાએ 23 વર્ષના યુવક સાથે લગ્નની જીદ પકડી:દીકરીએ પરિવારને હેરાન કરતા આખરે પિતાએ અભયમની મદદ માગી, 181ની ટીમે કાઉન્સિલિંગ કરી મામલો થાળે પાડ્યો
વડોદરાના બાપોદ વિસ્તારમાં એક 17 વર્ષની સગીર દીકરી 23 વર્ષના યુવક સાથે પ્રેમ સંબંધમાં હોવાના કારણે લગ્ન કરવાની જીદ પર અડી ગઈ હતી. પ્રેમમાં પાગલ બનેલી દીકરીની સતત જીદના કારણે ચિંતિત પિતાએ આખરે 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. ટીમે સ્થળ પર પહોંચી સગીરાનું કાઉન્સિલિંગ કરી સમજાવતાં આખરે પોતાની ભૂલ સ્વીકારી હતી અને હાલ અભ્યાસ પર ધ્યાન આપવાની સાથે લગ્નની જીદ છોડવાની ખાતરી આપી હતી. 17 વર્ષની દીકરીએ પ્રેમી સાથે લગ્નની જીદ કરી વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાંથી પિતાએ 181 હેલ્પલાઇન પર ફોન કરીને જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક 17 વર્ષની દીકરી છે જે સગીર હોવા છતાં 23 વર્ષના યુવક સાથે પ્રેમ સંબંધમાં છે અને તેની સાથે જ લગ્ન કરવા માટેની જીદ કરી અમને હેરાન કરે છે, જેથી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ બાપોદ લોકેશન પરથી જણાવેલા સરનામે પહોંચી હતી, જ્યાં પીડિતાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. પિતાએ અભયમની મદદ લીધી આ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતા હાલ માત્ર 17 વર્ષની હોવાથી ભાવનાત્મક રીતે લગ્ન કરવા માટે જીદ કરી રહી હતી. મહિલા ટીમે સગીરાને સમજાવ્યું હતું કે હાલ તેની ઉંમર અભ્યાસ અને કારકિર્દી બનાવવાની છે. યોગ્ય ઉંમર થયા બાદ માતા-પિતા તેની પસંદગીના પાત્ર સાથે લગ્ન અંગે વિચારશે. ઉપરાંત પરિવાર સાથે શાંતિથી રહેવા અને માતા-પિતાને માનસિક રીતે હેરાન ન કરવા સમજાવવામાં આવ્યું હતું. સગીરાએ ભૂલ સ્વીકાર અભ્યાસમાં ધ્યાન આપવાની ખાતરી આપી કાઉન્સિલિંગ બાદ પીડિતાએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે લગ્ન કરવાની જીદ નહીં કરે તેમજ અભ્યાસમાં ધ્યાન આપશે તેવી ખાતરી આપી હતી. હાલ પીડિતા પોતાના માતા-પિતા સાથે સારી રીતે રહેતી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પીડિતાના માતા-પિતાએ 181 ટીમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટીમના સમયસર માર્ગદર્શન અને સમજાવટના કારણે તેમની દીકરીની વિચારસરણીમાં બદલાવ આવ્યો છે અને હવે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બન્યું છે.
Read Original Article →