ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને છેતરપિંડી:સાયબર ઠગે કમિશન અને બોનસની લાલચ આપીને યુવક પાસેથી 16 લાખ ખંખેર્યા, વિશ્વાસ કેળવી પૈસા ટ્રાન્સફર કરાવા

Gujarat4/11/2026, 3:17:28 PM
ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને છેતરપિંડી:સાયબર ઠગે કમિશન અને બોનસની લાલચ આપીને યુવક પાસેથી 16 લાખ ખંખેર્યા, વિશ્વાસ કેળવી પૈસા ટ્રાન્સફર કરાવા
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા ટીમ લીડર યુવાન સાથે ઓનલાઇન પાર્ટ ટાઈમ નોકરી આપવાના બહાને 16.56 લાખ રૂપિયાની છેતરપીંડી કરાઈ છે. આરોપીઓએ શરૂઆતમાં નાની રકમ પરત આપી યુવકનો વિશ્વાસ કેળવ્યા બાદ બાદ સગાઈ આચરવામાં આવી હતી. ટેલિગ્રામ પરથી મેસેજ આવ્યો ને પાર્ટટાઈમ જોબની ઓફર આપી વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા મથુરકુમાર મહેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ. 37) એ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ સેમસંગ કંપનીમાં ટીમ લીડર તરીકે કામ કરે છે અને પરિવાર સાથે રહે છે. ગત 28 ઓકટોબર, 2025ના રોજ તેમને ટેલિગ્રામ પર “Keerthi” નામના આઈ.ડી. પરથી મેસેજ આવ્યો હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ આરોપીએ પોતે રિલાયન્સ કંપનીમાં HR તરીકે કામ કરતો હોવાનું જણાવી પાર્ટ ટાઈમ નોકરીની ઓફર આપી હતી. કમિશન અને બોનસની લાલચ આપી આરોપીએ 16 લાખથી વધુની રકમ પડાવી શરૂઆતમાં ના પાડવા છતાં બાદમાં કામ સમજવા માટે તૈયાર થતા તેમને ઓનલાઈન “સ્ટોર મેનેજમેન્ટ” કામ બતાવવામાં આવ્યું હતું. આરોપીઓએ એક ફેક વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી ટાસ્ક પૂર્ણ કરાવવાનું શરૂ કરાવ્યું હતું. શરૂઆતમાં લાઈક અને રેટિંગના ટાસ્ક આપીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને નાની રકમ તરીકે રૂપિયા 876 તથા કુલ રૂપિયા 41 હજાર પરત આપવામાં આવ્યા હતા. બાદમાં વધુ કમિશન અને બોનસના લોભમાં મોટા ટાસ્ક આપીને અલગ-અલગ બેંક એકાઉન્ટ અને UPI મારફતે ટુકડે-ટુકડે કુલ રૂપિયા 16.56 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આરોપીઓએ “રિલાયન્સ ઓનલાઈન વર્ક” નામે ફેક પ્લેટફોર્મ બનાવી આ છેતરપીંડી આચરી હતી. જેથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →