વિદ્યાર્થીઓએ જૂની-બુકના ખાલી પાનાં અલગ કરી 400 નવી નોટબુક બનાવી:જરૂરિયાતમંદ બાળકોને આપી; પુરાને પન્ને,નયા રંગ અભિયાન હેઠળ અનોખી પહેલ

Gujarat6/10/2026, 10:32:03 AM
વિદ્યાર્થીઓએ જૂની-બુકના ખાલી પાનાં અલગ કરી 400 નવી નોટબુક બનાવી:જરૂરિયાતમંદ બાળકોને આપી; પુરાને પન્ને,નયા રંગ અભિયાન હેઠળ અનોખી પહેલ
વડોદરા SDG ક્લબ અને વડોદરા મેરેથોન દ્વારા સિંધરોટ ખાતે પાર્ક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ સમુદાય મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ પણ પ્રકૃતિના ખોળે આવીને પ્રફુલ્લિત થઇ ગયા હતાં. જુના પાનાં, નવી વાર્તાઓ, ઉજ્જવળ ભવિષ્ય ક્લબ દ્વાર વર્ષ 2026માં પુરાને પન્ને, નવા રંગ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓએ જૂની અને ઉપયોગમાં ન રહેલી નોટબુકમાંથી ખાલી પાના અલગ કરી એકત્રિત કર્યા આ પાનાને આંધી નવી નોટબુક બનાવવામાં આવી છે. આવા પાનાઓથી કુલ 400 જેટલી નોટબુક બનાવવામાં આવી છે જેને જરૂરિયાતમંદ બાળકોને કાર્યક્રમ દરમિયાન ભેટ આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા પ્રકૃતિ અંગેની સમજ આપવામાં આવી કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાણી સંગ્રહાલયના પ્રત્યુષ પાટણકર દ્વારા બાળકોને સયાજી બાગના પ્રાણીઓ, પ્રકૃતિ અને પર્યાવરણ વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વડોદરા મેરેથોનના ચેર પર્સન તેજલ અમીન, કો-ચેર પર્સન સમીર ખેરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાઓમાં વેસ્ટ સેગરેશન ઝોન બનાવવામાં આવ્યા વડોદરા શહેરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં સસ્ટેનિબિલિટી એમ્બેસેડર તરીકે વિકસે તે માટે વડોદરા મેરેથોન અને ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ પ્રયાસ કર્યો હતો કે 1 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય અને તેઓને જાગૃત કરી શકાય તેના ભાગરૂપે હાલ સુધીમાં 1.5 ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી રિસાયકલિંગ માટે મોકલવામાં આવ્યો છે. સાથે જ શાળાઓમાં વેસ્ટ સેગરેશન ઝોન પણ બનાવવામાં આવ્યો છે.
Read Original Article →