દંપતીએ 14.80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી:સ્ટેશનરીના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપીને વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા, દુકાન બંધ કરીને છુમંતર થઈ ગયા

Gujarat4/8/2026, 8:26:41 AM
દંપતીએ 14.80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી:સ્ટેશનરીના ધંધામાં રોકાણ કરવાની લાલચ આપીને વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા, દુકાન બંધ કરીને છુમંતર થઈ ગયા
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી 14.80 લાખ રુપિયા દંપતીએ પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. વેપારીના પડોશમાં રહેવા આવેલા દંપતીએ સ્ટેશનરીના ધંધામાં રોકાણ કરશો તો તમને સારું વળતર આપીશ તેમ કહીને તેમની પાસેથી રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવ્યા બાદ ઠગ દંપતીએ દુકાન બંધ કરીને ભાગી ગયું હતું. જેથી વેપારી દંપતી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સ્ટેશનની વેપારમાં નફાની લાલચ આપી હતી નિઝામપુરાની પરિમલ પાર્ક સોસાયટીમાં રહેતા ભૌમિકકુમાર શાહ દાંડિયાબજાર વિસ્તારમાં લાઈટિંગનો ધંધો કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, કેયુર શેઠ અને તેમની પત્ની સાથે છેલ્લા ઘણા વર્ષોથી તેમના પરિચિત હતા. આ દંપતીએ સ્ટેશનરી અને મોબાઈલ એસેસરીઝના વેપારમાં વધુ નફો થવાની લાલચ આપી હતી અને તેમની પાસે રોકાણ કરવાની વાત કરી હતી. દંપતીએ વિશ્વાસમાં લઈને વેપારી અને તેમના પરિવારજનો પાસેથી 14.80 લાખ રૂપિયા જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં લીધા હતા. પૈસા લઈને દંપતી ગાયબ થતા ફરિયાદ નોંધાવી પૈસા લીધાના બીજા જ દિવસે દંપતીએ પોતાની દુકાન બંધ કરી દીધી હતી. એટલું જ નહીં દંપતી પણ ગાયબ થઈ ગયું હતું. શરૂઆતમાં બહારગામ ગયા હોવાનું લાગ્યું હતું, પરંતુ લાંબા સમય તેમનો સુધી કોઈ સંપર્ક થયો નહોતો, ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ દંપતી અન્ય લોકો પાસેથી પણ પૈસા લઈને ફરાર થઈ ગયું છે. જેથી વેપારીએ કેયુર શેઠ તથા તેની પત્ની સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે દંપતીની શોધખોળ શરૂ કરી છે.
Read Original Article →