પોલીસે રેડ કરતા જ બેગમાંથી ગાંજો મળ્યો:વડોદરા સેન્ટ્રલ ST ડેપો પાસેથી 4 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, ગાંજો મંગાવનાર આરોપી રૂપા વોન્ટેડ જાહેર

Gujarat5/23/2026, 2:18:37 PM
પોલીસે રેડ કરતા જ બેગમાંથી ગાંજો મળ્યો:વડોદરા સેન્ટ્રલ ST ડેપો પાસેથી 4 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, ગાંજો મંગાવનાર આરોપી રૂપા વોન્ટેડ જાહેર
વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપો પાસેથી 4 કિલો 126 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ગાંજો, મોબાઇલ ફોન અને બેગ મળી કુલ રૂ. 2,11,300નો મુદ્દામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમને અંગત બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે, વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપોની અંદર એક યુવાન બેગ સાથે શંકાસ્પદ હાલતમાં ફરે છે અને તેની પાસે વનસ્પતિજન્ય માદક પદાર્થ છે. બાતમીના આધારે પોલીસ ટીમે રેડ કરી હતી. દરમિયાન ઘનશ્યામસિંઘ લક્ષ્મણસિંઘ ભોક્તા (ઉ.વ.32), (રહે. ગામ પથેલ, થાણા રાજાપુર, જિ. ચતરા, ઝારખંડ)ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીની પાસે રહેલી મરુન રંગની બેગમાંથી 4 કિલો 126 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત આરોપીની અંગઝડતી દરમિયાન એક વિવો કંપનીનો મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, મોબાઇલ ફોન અને બેગ સહિત કુલ રૂ. 2,11,300નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ગાંજો મંગાવનાર આરોપી રૂપા, (હાલ. રહે અલંગ, ભાવનગર અને મૂળ રહે ગોરખપુર, ઉત્તરપ્રદેશ) હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →