મગજ અને કરોડરજ્જુની જટિલ સારવારમાં મદદ મળશે:મકરપુરા રોટેક્સ ઓટોમેશન્સે SSG હોસ્પિટલને 40 લાખના તબીબી સાધનો આપ્યા, ન્યુરોસર્જરીની સારવારમાં ઉપયોગી સાબિત થશે
મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી રોટેક્સ ઓટોમેશન્સ કંપનીએ સામાજિક જવાબદારી (CSR) હેઠળ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલને અંદાજે 35થી 40 લાખ રૂપિયાના અત્યાધુનિક તબીબી સાધનો ભેટમાં આપ્યા છે. મગજ અને કરોડરજ્જુની જટિલ સારવારમાં મદદ મળશે
આ દાનથી હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગની સારવાર ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. હવે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મગજ અને કરોડરજ્જુ (સ્પાઇન)ની જટિલ સર્જરીઓ વધુ ચોકસાઈપૂર્વક અને અદ્યતન ટેકનોલોજીની મદદથી વિનામૂલ્યે કરાવી શકાશે. સાથી હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ કરવામાં આવેલા સાધનોમાં ફ્લેટ પેનલ સી-આર્મ ; સર્જરી દરમિયાન હાઈ ક્વોલિટી ઇમેજીસ આપનાર અત્યાધુનિક મશીન. આનાથી મગજ અને સ્પાઇન સર્જરી સરળ બનશે અને ભવિષ્યમાં એન્જીયોગ્રાફી પણ શક્ય બનશે., રેડિયોલ્યુસન્ટ ઓપરેશન થિયેટર ટેબલ:ન્યુરો અને સ્પાઇન સર્જરી માટે વિશેષ ટેબલ, જેનો રોજિંદા ઉપયોગ થઈ શકશે. ન્યુરો-ડ્રિલ અટેચમેન્ટ્સ:ખોપરી ખોલવા માટેના વિશેષ સાધનો. અસરકારક સારવાર અને સર્જરીના પરિણામોમાં સુધારો થશે
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ સાધનોની મદદથી દર્દીઓને વધુ સારી અને અસરકારક સારવાર મળી રહેશે તેમજ સર્જરીના પરિણામોમાં પણ સુધારો થશે. એસ.એસ.જી. હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગે આ ઉમદા પ્રયાસ બદલ રોટેક્સ ઓટોમેશન્સ કંપનીનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો છે. આ પ્રકારની CSR પ્રવૃત્તિઓ સમાજના વંચિત વર્ગને આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Read Original Article →