વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાનનું મોત:સવારની પી.ટી. પરેડ બાદ તબિયત બગડી હતી, SRP ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા
વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાન દીપક દિનેશ બારિયા (ઉંમર.29)નું મોત થયું છે. તેમની SRP ગ્રુપ-1માં નિમણૂક થઈ હતી અને તેઓ ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા. છેલ્લા ચાર અઠવાડિયાથી તાલીમમાં જોડાયેલા હતા. સવારની પી.ટી. પરેડ બાદ તબિયત બગડી હતી. કપડાં બદલતા સમયે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં મિત્ર સાથે ડિસ્પેન્સરી તરફ જતા રસ્તામાં જ ઢળી પડ્યા હતા. ડોક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઇન્જેક્શન અને બોટલ આપ્યા હતા બાદમાં SSG હોસ્પિટલ રીફર કરાયા હતા. ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા. દીપક બારીયા મૂળ રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી છે. આ ઘટના સવારે 10 વાગ્યા આસપાસ બની હતી તેમને કોઈ અગાઉની ગંભીર બીમારી હોવાનું હજુ સામે આવ્યું નથી.
આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
Read Original Article →