એનાલોગ પનીરના વેચાણને લઈને SOG અને ફૂડ વિભાગનું સંયુક્ત ચેકિંગ:સોમા તળાવ વિસ્તારમાં શ્રી સાંઇનાથ મિલ્ક સપ્લાયર, સરદાર એસ્ટેટ ખાતે તાજ ડેરી અને ગાયત્રી ફૂડ્સ પ્રોવેગન ખાતે તપાસ કરી, જરૂરી સૂચનાઓ આપી

Gujarat4/13/2026, 3:09:59 PM
એનાલોગ પનીરના વેચાણને લઈને SOG અને ફૂડ વિભાગનું સંયુક્ત ચેકિંગ:સોમા તળાવ વિસ્તારમાં શ્રી સાંઇનાથ મિલ્ક સપ્લાયર, સરદાર એસ્ટેટ ખાતે તાજ ડેરી અને ગાયત્રી ફૂડ્સ પ્રોવેગન ખાતે તપાસ કરી, જરૂરી સૂચનાઓ આપી
વડોદરા શહેરમાં પનીર ઉત્પાદન કરતી એજન્સીઓમાં “એનાલોગ પનીર”ના વેચાણ અંગે તપાસ માટે વડોદરા શહેર SOG દ્વારા વડોદરા મહાનગર પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગ સાથે સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરનાં માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા, “નશામુક્ત વડોદરા” અભિયાનને સફળ બનાવવા તેમજ નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે એસ.ઓ.જી. પીઆઇ બી.ડી. જીતીયાના નેતૃત્વમાં વિવિધ ટીમો દ્વારા વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એસ.ઓ.જી.ના સ્ટાફ સાથે વડોદરા મહાનગર પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગના સિનિયર ફૂડ સેફટી ઓફિસર સહિતના અધિકારીઓ જોડાયા હતા. જેમાં સોમા તળાવ વિસ્તાર ખાતે ગિરિરાજ રેસિડન્સીમાં આવેલી શ્રી સાંઇનાથ મિલ્ક સપ્લાયર, સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી તાજ ડેરી તેમજ ગાયત્રી ફૂડ્સ પ્રોવેગન નામની પનીર ઉત્પાદન કરતી એજન્સીઓમાં તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન પનીરના લેબલિંગ (મીડિયમ ફેટ, લો ફેટ વગેરે), દૂધની ખરીદી પ્રક્રિયા, ઉત્પાદન એકમની સ્વચ્છતા (હાઇજિનિક કન્ડિશન) તેમજ ડેરી એનાલોગ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા કાચા માલની સઘન તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત એનાલોગ પનીરના વેચાણ બિલો તથા વેચાણ પેઢીઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કોઈપણ એજન્સીમાં એનાલોગ પનીરનો ગેરઉલ્લેખ સાથે વેચાણ થતું હોવાનું સામે આવ્યું નથી. જોકે ફૂડ સેફટી વિભાગના અધિકારીઓ દ્વારા સંબંધિત એજન્સીઓને પનીરના પેકેજિંગ પર નિયમ મુજબ જરૂરી માહિતી દર્શાવવા સૂચનાઓ આપવામાં આવી છે.
Read Original Article →