ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 75 લાખ પડાવનાર મહિલા સહિત ત્રણ ઝડપાયા:અગાઉ 10 આરોપીઓની ઘરપકડ કરાઈ હતી, દુષ્કર્મ કેસમાં ફીટ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા

Gujarat5/16/2026, 10:25:25 AM
ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 75 લાખ પડાવનાર મહિલા સહિત ત્રણ ઝડપાયા:અગાઉ 10 આરોપીઓની ઘરપકડ કરાઈ હતી, દુષ્કર્મ કેસમાં ફીટ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા
વડોદરાના શિનોરમાં એક ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 75 લાખ પડાવવાના કેસમાં મુખ્ય આરોપી મહિલા સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કેસમાં અગાઉ 10 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. ભોગ બનનારને દુષ્કર્મ કેસમાં ફીટ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી ટુકડે ટુકડે 75 લાખ પડાવ્યા હતા આ બનાવમાં આરોપીઓએ એકસંપ થઈ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. આરોપી અનવર મન્સૂરી (ટેલર, રહે. શિનોર)એ ફરિયાદીને મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતાબેનનો મોબાઈલ નંબર આપ્યો હતો. મનીષાએ ફરિયાદી સાથે અવારનવાર વાતચીત કરી તેમને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ સ્થળે અને સમયે મુલાકાત કરાવી, ફરિયાદી બદનામ થાય તે રીતે સમાજમાં અને સરપંચને વાત કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, નગ્ન વીડિયો બતાવી બળાત્કારના પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપી હતી. માલસર માંડવા રોડ નજીક આવેલ મહારાજના ખેતરના મકાનમાં એક અજાણ્યા ઇસમે ફરિયાદીને લાકડી વડે સામાન્ય માર મારી અલગ-અલગ પ્રકારનો ડર બતાવી, ભયમાં મૂકી બળજબરીપૂર્વક ટુકડે-ટુકડે કુલ રૂ. 75,75,550 પડાવી લીધા હતા. આ અંગે શિનોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મહિલા સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા આ કાર્યવાહીમાં પોલીસે શાંતાબેન ઉર્ફે મનીષાબેન ભુરાભાઈ દેસાઈભાઈ વસાવાની દીકરી તે રાજેશભાઈ કંચનભાઈ વસાવાની પત્ની (ઉં.વ.-37, રહે. રાજપારડી માધવપુરા નવીનગરી, તા. ઝઘડિયા, જી. ભરૂચ) — (મુખ્ય આરોપી) ,અહેમદખા સિકંદરખા પઠાણ (ઉં.વ.-37, હાલ રહે. પાલેજ સાલે ટુ સોસાયટી, તા. જી. ભરૂચ, મૂળ રહે. શિનોર ગામ ટીમ્બાફળિયું, તા. શિનોર, જી. વડોદરા), અક્ષયભાઈ પ્રતાપભાઈ વસાવા (ઉં.વ.-27, ધંધો: મજૂરી, રહે. બાંડાબેડા ગામ, તા. વાલિયા, જી. ભરૂચ આરોપી મનીષાનો બનેવી) ને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →