વડોદરા બહુચર્ચિત શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસ:કોર્ટે 2 સસ્પેન્ડેડ પોલીસકર્મીની જામીન અરજી નામંજૂર કરી, ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપીની જરૂરિયાત હોવાથી જામીન માગ્યા હતા
વડોદરા શહેરના બહુચર્ચિત ફતેગંજ શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપી સસ્પેન્ડેડ પોલીસકર્મી પંકજ માવજી રાઠોડની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે. આ કેસમાં શેખ બાબુને પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે રાખી હત્યા કરીને પુરાવાનો નાશ કરવાનો ગંભીર આરોપ લાગ્યા હતા. ત્યારે આરોપી પોલીસકર્મીઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. જેમાંથી આરોપી પોલીસકર્મી પંકજને ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપીની જરૂરિયાત હોવાથી જામીન માંગ્યા હતા. જે કોર્ટે જમીન નામંજુર કર્યા છે. જ્યાર પોલીસકર્મી યોગેન્દ્રસિંહ ચૌહાણની પત્નીને હોસ્પિટલમાંથી રજા આપતા ડોક્ટરે આરામ કરવા સાથે થેરાપી કરાવવાની સલાહ આપી છે જેની સાર સંભાળ માટે કોઈ નથી, જેના માટે તેમની સેવા કરવા જામીન માંગ્યા હતા. કોર્ટ તેના જામીન પણ નામ મંજૂર કર્યા છે. શેખ બાબુને ખુરશી સાથે બાંધી ઢોર માર્યો હતો
10 ડિસેમ્બર 2019ના રોજ બપોરના સમયે ચોરીના ગુનાની કબૂલાત કરાવવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશનના LRD પંકજ સહિત ત્રણ પોલીસકર્મીઓ શેખ બાબુને ટીપી-13 વિસ્તારમાંથી ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા. જ્યાં પોલીસ સ્ટેશનના તત્કાલિન PI, PSI અને 4 LRD જવાનોએ શેખ બાબુને કોમ્પ્યૂટર રૂમમાં ખુરશી સાથે બાંધી ઢોર માર્યો હતો. જેમાં શેખ બાબુનુ મોત થયું હતું. જેથી પોલીસકર્મીઓએ મૃતદેહને આયોજનપૂર્વક સગેવગે કરી દીધો હતો અને કેસ સંબંધિત દસ્તાવેજો તથા કોમ્પ્યુટર ડેટા ડિલિટ કરી પુરાવાનો નાશ કરાયા હોવાના પણ આક્ષેપ છે. આરોપીને ઓર્થોપેડિક દેખરેખ અને ફિઝિયોથેરાપીની જરૂર
જામીન અરજી દરમિયાન બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે, પંકજ રાઠોડને ઓર્થોપેડિક દેખરેખ અને ફિઝિયોથેરાપીની જરૂર છે, જે જેલમાં શક્ય નથી. યોગ્ય સારવાર ન મળે તો કાયમી ન્યુરોલોજીકલ નુકસાન થઈ શકે છે. બીજી તરફ, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે જેલના મેડિકલ ઓફિસરના રિપોર્ટનો હવાલો આપીને જણાવ્યું હતું કે, આરોપીને જેલમાં પૂરતી સારવાર આપવામાં આવી રહી છે. બંને પક્ષોની દલીલો અને મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ કોર્ટે ગુનાની ગંભીરતા, પુરાવા સાથે ચેડાંના આક્ષેપો અને તપાસની સ્થિતિને ધ્યાનમાં રાખી પંકજ માવજી રાઠોડની જામીન અરજી ફગાવી દીધી છે.
Read Original Article →