વાલીઓ ઉપર મોંઘવારીનો વધુ એક માર:સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં 100 રુપિયાનો વધારો, નિયત ભાડા કરતા વધુ માંગે તો પોલીસ ફરિયાદ કરવા એસો.ની અપીલ

Gujarat6/9/2026, 10:07:17 AM
વાલીઓ ઉપર મોંઘવારીનો વધુ એક માર:સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં 100 રુપિયાનો વધારો, નિયત ભાડા કરતા વધુ માંગે તો પોલીસ ફરિયાદ કરવા એસો.ની અપીલ
શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે નવા સત્રમાં વડોદરામાં વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. વડોદરામાં સ્કૂલ વાન એસોસિએશન દ્વારા આ વર્ષથી રૂ. 100નો ભાવવધારો કરવામાં આવ્યો છે. ત્યારે બાળકોનું ભણતર હવે થોડું મોંઘુ થયું છે. સીએનજી ભાવમાં તબક્કાવાર રૂ. 12નો વધારો થતા નિર્ણય સ્કૂલ વાન એસોસિયેશનના પ્રમુખ જીવન ભરવાડે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયમાં સીએનજીના ભાવમાં તબક્કાવાર રૂ. 12નો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે અમે આ વર્ષથી નિર્ણય લીધો છે કે, સ્કુલ વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં રુપિયા 100નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય શહેરો કરતા અમે ઓછો વધારો કર્યા છે. અમદાવાદ રાજકોટ સહિતના શહેરોમાં 200થી 300નો વધારો કરાયો છે. જેની સામે અમે માત્ર 100નો વધારો કર્યો છે. કોઈ વાન ચાલક વધુ પૈસા લે તો પોલીસ ફરિયાદ કરો એસોસિએશનના પ્રમુખ જીવન ભરવાડે જણાવ્યું હતું કે, જો કોઈ વાન કે રિક્ષા ચાલક નિયત કરેલા ભાડા કરતા વધુ વધારો માંગે તો પોલીસ ફરિયાદ કરી શકો છે. દરેક વાન અને રિક્ષા ચાલકો ને કાર્ડ આપવામાં આવ્યા છે જેના ઉપર નંબર પણ લખવામાં આવ્યા છે ત્યારે જો સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ કોઈ તકલીફ પડે તો પણ માલિકોનો સંપર્ક કરી શકાય છે. બાળકીઓની સુરક્ષા માટે અમે વિશેષ કાળજી લઈએ છે. કેટલાક સ્કૂલ સંચાલકો કમિશન માગે છે જે બહાર લાવીશું પ્રમુખે આક્ષેપ કર્યા હતા કે, કેટલીક સ્કૂલના સંચાલકો વાન અને રિક્ષા માલિકો પાસેથી રૂ. 200થી 300નું કમિશન માગે છે જેથી વાન અને રિક્ષા ચાલકે ભાડામાં એટલો વધારો કરવો પડે છે. જેના કારણે વાલીઓએ ભાવવધારો વેઠવો પડે છે. આગામી સમયમાં અમે આવા શાળા સંચાલકોને પણ ખુલ્લા પાડીશું. વાલીઓને પણ અમે જાગૃત થવા માટે અપીલ કરીએ છે. જેથી તેઓ પણ બાળકોનું સારું ભવિષ્ય વિચારી શકે.
Read Original Article →