કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા પ્રયાસો:સત્તત પાણીનો છંટકાવ અને બરફના બ્લોક્સ મૂકાયા, આરોગ્યની કાળજી માટે 24 કલાક પશુ ચિકિત્સકની ટીમની દેખરેખ

Gujarat5/14/2026, 7:48:02 AM
કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા પ્રયાસો:સત્તત પાણીનો છંટકાવ અને બરફના બ્લોક્સ મૂકાયા, આરોગ્યની કાળજી માટે 24 કલાક પશુ ચિકિત્સકની ટીમની દેખરેખ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના મેનેજમેન્ટ દ્વારા ઉનાળાની તીવ્ર ગરમીમા પ્રાણીઓના આરામ, આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રાણીઓને ઠંડક મળે તે માટે સત્તત પાણીનો છંટકાવ અને બરફ મુકવામાં આવ્યા છે. સાથે આરોગ્યની જાળવણી માટે ઋતુ અનુસાર ફળ આપવામાં આવી રહ્યા છે. સંગ્રહાલયમાં પાણીનો છંટકાવ, બરફના બ્લોક્સ મૂકાયા પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ વિભાગ દ્વારા પ્રાણીઓને ગરમીથી બચાવવા અને ગરમી સંબંધિત તણાવથી મુક્ત કરવા માટે અનેક પગલાંઓ અમલમાં મૂક્યા છે. જેમાં પાણીનો છંટકાવ કરવાથી લઈને તેમને ફળો આપવા અને બરફના બ્લોક્સ મૂકવા જેવા કામોથી પ્રાણીઓને ગરમીથી બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રાણીઓને મોસમી ફળો-શાકભાજી આપવામાં આવી રહ્યા છે પ્રાણી સંગ્રહાલયના ઝૂ ક્યુરેટર ડૉ. પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, ઉનાળાની અસહ્ય ગરમીમાં પ્રાણીઓને ડિહાઈડ્રેશન અને થાકથી બચાવવા અમે અનેક પગલાંઓ લીધાં છે. જેમ કે સંગ્રહાલયમાં સતત પાણીનો છંટકાવ, પક્ષીગૃહની અંદર ફોગર્સ, પાંજરાની અંદર બરફના બ્લોક્સ મૂકવા, કૃત્રિમ છાંયડાવાળા વિસ્તારો બનાવવા અને સંગ્રહાલયના પરિસરમાં ઠંડકની અસર માટે તેમને ભીના કરવા આ સાથે પ્રાણીઓને મોસમી ફળો અને શાકભાજી પૂરા પાડવામાં આવી રહ્યા છે. પશુચિકિત્સકની ટીમ 24 કલાક નજર રાખી રહી છે વધુમાં ડૉ. પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, ડિહાઈડ્રેશન અને થાકને રોકવા પાણીમાં ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન્સ અને મિનરલ સપ્લિમેન્ટ્સ ભેળવવામાં આવી રહ્યા છે. પ્રાણીઓ ઠંડક મેળવી શકે તે માટે એન્ક્લોઝરની અંદરના પૂલ અને જળાશયોને નિયમિતપણે સાફ અને રિફિલ કરવામાં આવી રહ્યા છે. આ સાથે પશુચિકિત્સા ટીમો ચોવીસ કલાક પ્રાણીઓના સ્વાસ્થ્ય અને વર્તન પર નજીકથી નજર રાખી રહી છે.
Read Original Article →