વડોદરા RTOમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર:100% પારદર્શિતા સાથે નાની ભૂલ પણ કેમેરા પકડી પાડશે; જાણો કઈ રીતે ટેસ્ટ લેવાશે અને શું હશે ખાસિયતો?
વડોદરા આરટીઓ (RTO) કચેરી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીથી સજ્જ અત્યાધુનિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જરૂરી ટેસ્ટિંગ પ્રક્રિયા પૂરી થયા બાદ આગામી ગણતરીના દિવસોમાં જ આ ટ્રેકને સત્તાવાર રીતે કાર્યરત કરવામાં આવશે. વાહન ચાલકોને લાયસન્સ આપવાની પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ, પક્ષપાત કે ભૂલોને રોકવા અને 100 ટકા પારદર્શિતા લાવવા માટે ગુજરાત સરકાર આ ખાસ સિસ્ટમ આગામી સમયમાં રાજ્યના તમામ RTO માં અમલમાં મૂકવાની યોજના ધરાવે છે. આ ટ્રેક પર આશરે 15 થી 17 હાઈટેક કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જે AI ના માધ્યમથી અરજદારની દરેક પ્રવૃત્તિ પર નજર રાખી આપમેળે પરિણામ નક્કી કરશે. ટેસ્ટ આપવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા ટ્રાફિક સિગ્નલ અને સમયના નિયમો ફોર-વ્હીલર માટે 4 મુખ્ય ટેસ્ટ અને સમય મર્યાદા ટુ-વ્હીલર માટે મહત્વની સૂચના ટેસ્ટ પૂર્ણ થયા બાદ પરિણામ અરજદારે એક 'મોક ટેસ્ટ' આપવો ફરજિયાત રહેશેઃ અધિકારી
વડોદરા RTOના પ્રાદેશિક અધિકારી કેતન ખપેડે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, નવા AI સેન્સર્સ અને કેમેરા ખૂબ જ સક્રિયતાથી નાની-મોટી ડ્રાઇવિંગ ભૂલોને પણ ટ્રેક કરશે. આ સિસ્ટમમાં મુખ્ય ટેસ્ટ આપતા પહેલાં દરેક અરજદારે એક 'મોક ટેસ્ટ' (પ્રાયોગિક ટેસ્ટ) આપવો ફરજિયાત રહેશે. મોક ટેસ્ટની પ્રક્રિયા અને તેની ટાઇમલાઇન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ જ સિસ્ટમ દ્વારા મુખ્ય ટેસ્ટ ઓપન કરવામાં આવશે, જેથી દરેક નાગરિકને પૂરતી અને પારદર્શક તક મળી શકે.
Read Original Article →