વડોદરામાં સિનિયર સિટીઝનને લૂંટનાર દહેગામના બે લૂંટારા ઝડપાયા:મોર્નિંગ વોક કરવા નીકળેલા સિનિયર સિટીઝનને છરી બતાવી સોનાની 2 વીંટી પડાવી લીધી, 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat5/20/2026, 2:17:22 PM
વડોદરામાં સિનિયર સિટીઝનને લૂંટનાર દહેગામના બે લૂંટારા ઝડપાયા:મોર્નિંગ વોક કરવા નીકળેલા સિનિયર સિટીઝનને છરી બતાવી સોનાની 2 વીંટી પડાવી લીધી, 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સિટીઝનને છરી બતાવી સોનાની બે વીંટીઓ લૂંટી લેવાના ગંભીર ગુનાનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટ ચલાવનારા બે રીઢા ગુનેગારોને રોકડ રકમ, મોબાઈલ અને મોપેડ સહિત કુલ ₹1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની તપાસ માટે કારેલીબાગ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. છરી બતાવી આચરી હતી લૂંટ આનંદનગર ચાર રસ્તા પાસે વહેલી સવારે આશરે 5.15 વાગ્યાના અરસામાં એક સિનિયર સિટીઝન ચાલવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન નંબર પ્લેટ વગરના કાળા રંગના એક્ટીવા મોપેડ પર સવાર બે શખ્સોએ તેમને આંતર્યા હતા. લૂંટારુઓએ સિનિયર સિટીઝનને છરી બતાવી, ડરાવી-ધમકાવીને તેમના જમણા હાથમાં પહેરેલી 1.50 લાખ રૂપિયાની કિંમતની દોઢ તોલા વજનની બે સોનાની વીંટીઓ લૂંટી લીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ધરપકડ બનાવ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ કેસની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે નંબર પ્લેટ વગરની કાળા રંગની એક્ટિવા સાથે બે શંકાસ્પદ શખ્સોને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ બંને આરોપીઓ હાલ વડોદરાના દરજીપુરા ખાતે આરટીઓ પાસે, એફએસએલ પાછળ આવેલા મદારી મોહલ્લામાં રહે છે અને તેઓ મૂળ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગણેશપુરા મદારી મોહલ્લાના વતની છે. આરોપીઓની પૂછપરછમાં ગુનાની કબૂલાત શરૂઆતમાં પોલીસને ગોળગોળ જવાબો આપતા બંને આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે સઘન પૂછપરછ આદરી હતી, જેમાં તેઓ ભાંગી પડ્યા હતા. આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે 18 મેના રોજ અમિતનગર સર્કલ નજીકથી પસાર થતા સિનિયર સિટીઝનને છરી બતાવીને આ લૂંટ ચલાવી હતી. લૂંટેલી બંને સોનાની વીંટીઓ તેમણે પોતાના એક ઓળખીતા વ્યક્તિને વેચી દીધી હતી અને તેના બદલામાં ₹1.60 લાખ મેળવ્યા હતા. કબ્જે કરાયેલો મુદ્દામાલ
Read Original Article →