વડોદરાના દશરથ સરકારી ITI ખાતે ભરતી મેળો યોજાશે:30 મેના રોજ રોજગાર-એપ્રેન્ટીસ ભરતી મેળામાં 400થી વધુ ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી થશે, 20થી વધુ કંપનીઓ ઈન્ટરવ્યુ લેશે

Gujarat5/26/2026, 12:01:54 PM
વડોદરાના દશરથ સરકારી ITI ખાતે ભરતી મેળો યોજાશે:30 મેના રોજ રોજગાર-એપ્રેન્ટીસ ભરતી મેળામાં 400થી વધુ ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી થશે, 20થી વધુ કંપનીઓ ઈન્ટરવ્યુ લેશે
વડોદરાના દશરથ સ્થિત સરકારી આઈટીઆઈ ખાતે આગામી 30 મે, 2026ના રોજ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અને સરકારી આઈટીઆઈ દશરથના સંયુક્ત ઉપક્રમે સવારે 9:30 વાગ્યે મોડેલ બિલ્ડિંગ, સરકારી આઈટીઆઈ દશરથ, નેશનલ હાઈવે નં. 8, પેટ્રોલ પંપની સામે, દશરથ તા.જી. વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે. આ ભરતી મેળામાં મેઇન્ટેનન્સ ટેક્નિશિયન, પ્રોડક્શન ઓપરેટર, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, સર્વિસ ઇજનેર, પ્રોડક્શન ઇજનેર, રિલેશનશિપ ઓફિસર, મોલ્ડિંગ ઓપરેટર, એસેમ્બલી ઓપરેટર, મેઇન્ટેનન્સ ફિટર, કસ્ટમર રિલેશનશિપ ઓફિસર, ટ્રેઇની અને એપ્રેન્ટીસ સહિતની 400થી વધુ ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ, સેલ્સ, ઇન્સ્યોરન્સ અને BPO સેક્ટરની 20થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેશે. આ ભરતી મેળામાં 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18થી 40 વર્ષના પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. મેળામાં ઉમેદવારોને રોજગારી ઉપરાંત વિદેશ રોજગાર અને અભ્યાસ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY), PM ઈન્ટર્નશિપ યોજના, LT કન્સ્ટ્રક્શન સ્કિલ તાલીમ, સંરક્ષણ ભરતી પૂર્વેની 30 દિવસીય મફત નિવાસી તાલીમ તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અંગે તજજ્ઞ વક્તાઓ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ ઓનલાઈન રોજગારી માટે અનુબંધમ અને NCS પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ પણ યોજાશે. રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા અથવા રેઝ્યુમેની 5 નકલ સાથે પોતાના ખર્ચે ભરતી મેળાના સ્થળે હાજર રહેવાનું રહેશે. રોજગાર અધિકારી દ્વારા જણાવ્યા મુજબ ભરતી મેળાના આયોજન અથવા પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈપણ પ્રકારની ફી અથવા ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.
Read Original Article →