વાઘોડીયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધીનો રસ્તો 15 દિવસ બંધ રહેશે:વરસાદી ચેનલની કામગીરીના પગલે નિર્ણય કરાયો, વાહનચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે
વડોદરા મનપાના વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના વાઘોડીયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધી નેશનલ હાઈવેની સમાંતર વરસાદી ચેનલનું કામ ચાલી રહ્યું છે જેના પગલે વાહનો માટે રસ્તો 15 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 15 દિવસ સુધી રસ્તો બંધ રહેશે
શહેરના વાધોડીયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધી નેશનલ હાઈવેની સમાંતર વરસાદી ચેનલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે PM આવાસ (ખટંબા રેસીડન્સી) પાસે હાઈવે સાથે જોડાતા 27 મીટરના રસ્તાને કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક જંક્શન પરથી વાહન વ્યવહારને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. કામગીરીને સરળ અને ઝડપી બનાવવા માટે તા. 14મે 2026થી આગામી 15 દિવસ સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ રસ્તો સિંગલ લેન અથવા જરૂરિયાત મુજબ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. વહીવટી તંત્રે નાગરિકોને અનુરોધ કર્યો છે કે આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. આ કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તો ફરીથી સામાન્ય વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.
Read Original Article →