માંજલપુરમાં 10 શખસ જુગાર રમતા ઝડપાયા:બાતમીના આધારે પોલીસે કાશીબાનગર કોલોનીમાં દરોડો પાડ્યો હતો, 69 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Gujarat5/23/2026, 9:30:38 AM
માંજલપુરમાં 10 શખસ જુગાર રમતા ઝડપાયા:બાતમીના આધારે પોલીસે કાશીબાનગર કોલોનીમાં દરોડો પાડ્યો હતો, 69 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જળમૂળથી ડામવા માટે પોલીસે કમર કસી છે. આ અંતર્ગત માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ અને તેમની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે માંજલપુર રઝા મસ્જિદની પાછળ, કાશીબાનગર કોલોની ખાતે આવેલા એક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો. ત્યાં કેટલાક ઇસમો ગોળ કુંડાળું વળીને પત્તા-પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. 10 શખસ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા પોલીસે સ્થળ પરથી જુગાર રમતા કુલ 10 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. આ રેડ દરમિયાન પોલીસે રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ ₹69,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીના નામ
Read Original Article →