જુગારીઓ પર પોલીસની બાજ નજર:કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધામ પર LCB ત્રાટકી, 8 પકડાયા અને 3 ફરાર
વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે ઝોન-3 LCB ટીમને એક મોટી સફળતા મળી છે. કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડીને પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 8 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. જુગાર રમતા 8 શખસોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા
મળતી માહિતી મુજબ, ઝોન-3 LCB ટીમ અને કપુરાઈ પોલીસ સ્ટેશનના માણસો સંયુક્ત રીતે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પો.સ.ઇ. એસ.એ. કુલધારાને ચોક્કસ બાતમી મળી હતી કે, ભાલિયાપુરા ગામ પાસે આવેલા એક ખુલ્લા ખેતરમાં કેટલાક શખસો પત્તા-પાના વડે પૈસાની હાર-જીતનો મોટો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત પ્લાનિંગ કરીને ઘટનાસ્થળે રેઇડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 8 શખસોને રંગેહાથ ઝડપી લીધા હતા. આ તમામ સામે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં કુલ રૂપિયા 1,40,590નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓના નામ વોન્ટેડ (ફરાર) આરોપીઓના નામ
Read Original Article →