ઓલ્ડ પાદરા રોડ અશાંતધારા વિસ્તારના એક પ્લોટના સોદા મામલે વિવાદ:સ્થાનિકોએ કોર્પોરેટરના ઘરે રામધુન બોલાવી વિરોધ કર્યો, કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચિમકી

Gujarat4/10/2026, 7:46:43 AM
ઓલ્ડ પાદરા રોડ અશાંતધારા વિસ્તારના એક પ્લોટના સોદા મામલે વિવાદ:સ્થાનિકોએ કોર્પોરેટરના ઘરે રામધુન બોલાવી વિરોધ કર્યો, કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચિમકી
વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા અક્ષર આર્યા સામેના પ્લોટ નંબર 209ના સોદાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર ‘અશાંત ધારા’ હેઠળ આવતો હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનો સોદો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા રહીશોએ ગત મોડી રાત્રે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો કરી ન્યાયની માંગ કરી હતી. ‘રામ ધૂન’ બોલાવીને સ્થાનિકોએ વિરોધ કર્યો સ્થાનિક રહીશ પ્રજ્ઞા મહેરાના નેતૃત્વમાં મહિલાઓ અને અન્ય રહીશોનો મોટી સંખ્યામાં મેઘધનુષ સોસાયટી ખાતે સ્થાનિક કોર્પોરેટરના નિવાસસ્થાને રજૂઆત કરવા પહોંચ્યો હતો. રહીશોએ ત્યાં દોઢ કલાક સુધી રોકાઈને ‘રામ ધૂન’ બોલાવીને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 'મિલકતના સોદાને તાત્કાલિક રદ કરવામાં આવે' રહીશોએ જણાવ્યું કે,છેલ્લા 15 દિવસથી કલેક્ટર અને પ્રાંત અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. તેમની મુખ્ય માંગ છે કે આ મિલકતના સોદાને તાત્કાલિક રદ કરવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 'અશાંતધારો લાગુ હોવા છતાં ફલેટ વેંચ્યો' આ અંગે સ્થાનિક આગેવાન પ્રજ્ઞા મહેરાએ જણાવ્યું હતું કે,અમારી માંગણી છે કે અમે છેલ્લા 10 દિવસથી આ જ માંગણીનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કે અશાંતધારો લાગુ હોવા છતાં 209 નંબરનો પ્લોટ અક્ષર આર્યાની સામે આવેલો છે, છતાં પણ એ જગ્યા પરનો આજ સુધી કોઈ જ અમને જવાબ મળ્યો નથી. અમે આજે વિશ્વ હિન્દુ પરિષદને સાથે રાખી બધી જગ્યા પર ફરિયાદ કરીએ છીએ. શરૂઆત પ્રાંત ઓફિસમાં, કલેક્ટર ઓફિસ અને અત્યારે અમે અહિયાં મેઘધનુષ સોસાયટીમાં કોર્પોરેટર જે છે એમના ત્યાં પણ આવેલા છીએ. 'જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું' મહેરાએ વધુમાં કહ્યું કે, અમારો એક જ વિરોધ છે કે આ જગ્યા પર હિન્દુ અને મુસલમાન ભાગીદારી થઈને દસ્તાવેજ કર્યો છે તો તે રદ કરવો જરૂરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આગળ આંદોલન અને ધરણા પણ કરીશું. કોર્પોરેટરના ઘર આગળ દોઢ કલાક સુધી રાહ જોઈ અને અહીંયા રામધુન પણ કરી છે, તેઓ ઘરે ન હોવાનું જણાવી રહ્યા છે. આ મામલે જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું.
Read Original Article →