'રોજ કમાઈને ખાનારાની સ્થિતિ બહુ જ ખરાબ':'ચૂંટણી પૂરી થાય અને તુરંત ભાવ વધારો થવાનો હતો તે ભાજપે કરી બતાવ્યું', પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર વડોદરાવાસીઓએ શું કહ્યું?

Gujarat5/15/2026, 7:34:15 AM
'રોજ કમાઈને ખાનારાની સ્થિતિ બહુ જ ખરાબ':'ચૂંટણી પૂરી થાય અને તુરંત ભાવ વધારો થવાનો હતો તે ભાજપે કરી બતાવ્યું', પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર વડોદરાવાસીઓએ શું કહ્યું?
વડોદરા સહિત ગુજરાત અને દેશભરમાં મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આકરો વધારો કરવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે. વડોદરામાં સરેરાશ પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લિટર ₹3નો વધારો થયો છે. ત્યારે વડોદરામાં પેટ્રોલનો નવો ભાવ ₹ 97.14 અને ડીઝલનો નવો ભાવ ₹ 92.91 સુધી પહોંચી ગયો છે. આ અંગે સૈયદભાઇએ કહ્યું કે આ તો થવાનું જ હતું. ચૂંટણી હતી એટલે બધું શાંત હતું એન હવે પૂરી થતા ભાવ વધારો કર્યો છે. રોજ કમાઈને ખાવા વાળા લારીઓ વાળાની સ્થિતિ બહુજ ખરાબ છે. હજારો રૂપિયાના સિલેન્ડરના ભાવ પહોંચી ગયા છે. બાઈક ફેરવવી મોઘી તો પડશે. પરંતુ તે ફેરવવી તો પડશે અને બાઈક જરૂરી પૂરતી ફેરવવીશું. બે-ત્રણને એક સાથે બેસાડવા પડશે. પોલીસ પરમિશન આપે કેમ કે પેટ્રોલ બચાવવાનો સવાલ છે. ‘પ્રજાનું ખાવા માટે ભાજપનું નિર્માણ થયું છે’ આ અંગે રોહિત વાળાએ જણાવ્યું હતું કે, બસ પ્રજાએ જે વિચાર્યું હતું કે જેવી ચૂંટણી પુરી થાય અને તુરંત ભાવ વધારો થવાનો છે તે ભાજપે કરીને બતાવ્યું છે. જેવી રીતે ભાજપ પોતાની છાપ બચાવવા માટે આ પ્રયાસ હતા આજે સોનું અને ડોલરના ભાવ ક્યા છે. આજે ગરીબો માટે દૂધ હતું તેના પર પણ ભાવવધારો ઝીંકાયો છે. લોકોને ખબર છે કે પ્રજાનું ખાવા માટે ભાજપ પાર્ટીનું નિર્માણ થયું છે. ‘આખા વર્લ્ડમાં ભાવ વધારો થયો છે’ આ અંગે મહમદ મુનાફ ભાઈએ જણાવ્યું હતું કે, આખા વર્લ્ડમાં ભાવ વધારો થયો છે તેમ કોઈ નવાઈની વાત નથી. હવે ઈલેક્ટ્રિક વાહનને વધુ પ્રોત્સાહન આપવું પડશે. હાલમાં પરિસ્થિતિ છે ત્યારે આ ભાવવધારો ઉપરથી હોય તો શું થઈ શકે. આ અંગે પ્રતિક્રિયા આપતા પેટ્રોલ ડીઝલ પંપ એસોસિયેશનના પ્રમુખ મેહુલભાઈએ જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે સ્થાનિક બજારમાં ઈંધણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ડોલર મજબૂત થવાને કારણે સરકારે નાછૂટકે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. હાલમાં પેટ્રોલના ભાવમાં અંદાજે ₹2.98 થી ₹3.01 સુધીનો વધારો થયો છે, જ્યારે ડીઝલમાં ₹3.09 નો વધારો જોવા મળ્યો છે. પરિવહન ખર્ચના આધારે અલગ-અલગ શહેરોમાં ભાવમાં થોડો તફાવત હોઈ શકે છે. આ વધારા બાદ પેટ્રોલનો વર્તમાન ભાવ પ્રતિ લિટર ₹97.19 ની આસપાસ પહોંચ્યો છે.
Read Original Article →