વડોદરા જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામની જાહેરાત:પ્રમુખ તરીકે જ્યોત્સના રબારી, ઉપપ્રમુખ તરીકે કમલેશ પટેલ અને કારોબારી અધ્યક્ષ તરીકે કૈરવી વાઘેલા
વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા હાંસલ કર્યા બાદ આજરોજ ભાજપ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત કરી હતી. આવતીકાલે સામાન્ય સભા મળશે તેમાં બહુમતીના જોરે તેઓની સત્તાવાર નિમણુંક કરવામાં આવશે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યોત્સના રબારીના નામ ઉપર મહોર મારવામાં આવી છે. કરજણની ચોરંદા બેઠક પર બિનહરીફ જીત્યા બાદ પ્રમુખ
ભાજપે પ્રમુખ તરીકે જ્યોત્સના રબારીના નામની જાહેરાત કરી છે. તેઓ કરજણની ચોરંદા બેઠક પર બિનહરીફ જીત્યા હતા. ઓબીસી મહિલાને પ્રમુખ તરીકે જાહેર કરવાના હતા જેથી ચાર જેટલી મહિલાઓ રેસમાં હતી. જો કે પ્રદેશ મોવડીમંડળ દ્વારા જ્યોત્સના રબારીના નામ ઉપર મહોર મારવામાં આવી છે. તો ઉપપ્રમુખ તરીકે કમલેશ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે કૈરવી વાઘેલા, દંડક તરીકે મનીષા પરમાર અને પક્ષના નેતા તરીકે રાકેશ ઠાકોરના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેઓને ઉપસ્થિતોએ વધાવી લીધા હતા. આવતીકાલે સામાન્ય સભા મળશે જેમાં સત્તાવાર જાહેરાત
જિલ્લા પંચાયતની સામાન્ય સભા આવતીકાલ તા. 23 મેના રોજ મળશે. જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવશે. અને ત્યાર બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જો કે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે જેથી સામે કોઈ ઉમેદવાર આવે છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. કારણ કે જિલ્લા પંચાયતમાં 34 બેઠકો પૈકી 30 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી અને બે બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. ભાજપે કુલ 32 બેઠકો મેળવી ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. નિમણૂકોમાં ધારાસભ્યોનો હાથ ઊંચો રહ્યો
જિલ્લા પંચાયતના હોદ્દેદારોની નિમણૂકમાં ધારાસભ્યોનો હાથ ઊંચો રહ્યો હતો પ્રમુખ કરજણ તાલુકામાંથી આવે છે જે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની ભલામણથી અન્યા છે. ઉપપ્રમુખ આમ તો ડભોઇથી જીત્યા છે. જેમાં પણ ધારાસભ્ય શૈલેષ મહેતાનો હાથ ઉપર રહ્યો છે. તો કારોબારી અધ્યક્ષ એ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના અંગત મિત્રના પત્ની છે. જેથી તેઓની ભલામણથી કૈરવી વાઘેલાના નામ ઉપર પસંદગી કરવામાં આવી છે. ત્યારે ભાજપે જે નામોની નિમણુંક કરી છે તેમાં ધારાસભ્યોનો હાથ ઊંચો રહ્યો હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. નિમણૂકોમાં સંગઠનનું કંઈ ચાલ્યું ન હોય તેવી ચર્ચા છે. બે બિનહરીફોને ઇનામ મળ્યું
જિલ્લા પંચાયતની બે બેઠક બિનહરીફ બની હતી જેમાં કરજણની ચોરંદા અને વાઘોડિયા વિધાનસભાની રણોલી બેઠકનો સમાવેશ થાય છે. આ નિમણૂકોમાં ચોરંદા બેઠક ઉપરના બિનહરીફ જીતેલા સભ્ય જ્યોત્સના રબારીને પ્રમુખ બનાવવામાં આવ્યા છે તો રણોલી બેઠક ઉપર બિનહરીફ જીતેલા કૈરવી વાઘેલાને કારોબારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપે બિનહરીફ જીતેલા બંને ઉમેદવારોને ઇનામ આપ્યું હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે. બિનઅનુભવીઓને હોદ્દા અપાયા, અનુભવીઓને સાઈડ ટ્રેક કર્યા
જિલ્લા પંચાયતમાં પાંચેય સભ્યો બિનઅનુભવી છે. જિલ્લા પંચાયતમાં અગાઉ પંચાયતની સત્તાનો અનુભવ દાખવનાર સભ્યો પણ ચૂંટાયા હતા. જેમાં ગત ટર્મમાં તાલુકા પંચાયતના પ્રમુખ રહેલા અંકિતા પરમાર અને કારોબારી અધ્યક્ષ રહેલા બિરેન પટેલનો સમાવેશ થાય છે જો કે આ વખતે તેઓને કોઈ હોદ્દા આપવામાં આવ્યા નથી અને બિનઅનુભવીઓના હાથમાં જિલ્લા પંચાયતની સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતમાં સભ્ય પતિઓનું રાજ ચાલશે?
જિલ્લા પંચાયતમાં પ્રમુખ તેમજ કચેરી અધ્યક્ષ તરીકેના મુખ્ય હોદ્દાઓ ઉપર મહિલાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે જિલ્લા પંચાયતની પેટર્ન રહી છે કે, પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ વચ્ચે મહિલા - પુરુષનું કોમ્બિનેશન હોય છે. પરંતુ આ વખતે એની મહિલાઓની જાહેરાત થઇ છે. ઉપરાંત આ બંને મહિલાઓ બિનઅનુભવી છે ત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું હવે જિલ્લા પંચાયતમાં સભ્ય પતિઓનું રાજ ચાલશે? શું હોદ્દેદારો માત્ર સહી કરવા પૂરતા તો સીમિત નહીં રહી જાય ને? ત્યારે હવે આવતીકાલે સામાન્ય સભામાં આ તમામ હોદ્દેદારો સત્તાવાર રીતે પોતાના પદ પર ચૂંટાશે.
Read Original Article →