જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ રાઠોડનું ભાજપમાંથી રાજીનામું:કોંગ્રેસમાંથી ચૂંટણી લડેની શક્યતા, વડોદરામાં પક્ષ પલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી!

Gujarat4/7/2026, 1:52:00 PM
જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ રાઠોડનું ભાજપમાંથી રાજીનામું:કોંગ્રેસમાંથી ચૂંટણી લડેની શક્યતા, વડોદરામાં પક્ષ પલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી!
ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે હવે પક્ષ પલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી છે. વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના સભ્યએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓએ ભાજપની કામગીરીથી નારાજ થઈને રાજીનામુ ધરી દીધું છે. 3 વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા સોખડા બેઠકના જિલ્લા પંચાયતના સભ્ય કિરણસિંહ ત્રણ વર્ષ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓને ભાજપમાં લઈ આવ્યા હતા. ત્યારે હવે જ્યારે પછી ચૂંટણીઓ આવી છે ત્યારે તેઓએ વધુ એક વખત પક્ષ બદલવાનું મન બનાવી લીધું છે અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. જિલ્લા પંચાયતમાં વિકાસના નામે શૂન્ય કિરણસિંહ રાઠોડે આક્ષેપ કર્યો હતો કે, હું ભારતીય જનતા પાર્ટીમાં ત્રણ વર્ષ પહેલા જ્યારે જોડાયો હતો ત્યારે મને એવું હતું કે સત્તામાં ભાજપ છે એટલે વિકાસ થશે. પણ ભારતીય જનતા પાર્ટીની જીલ્લા પંચાયત સતત ફેઈલ થઈ છે. વિકાસના નામે શૂન્ય છે. લોકોને રોજગારીનો પ્રશ્ન હોય, હું 2008થી કોંગ્રેસમાં હતો, ત્યારે હું સતત લોકો માટે લડતો રહેતો હતો અને લોકોના પ્રશ્નો, લોકોને રોજગારી મળી રહે, વિકાસના કામ થાય તે માટે સતત મેં પ્રયત્ન કર્યો છે. સોખડા જીલ્લા પંચાયતના લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને જીતાડ્યો હતો. પણ વિકાસના નામે શૂન્ય છે. ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું. કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કિરણસિંહ હવે પુનઃ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ છે. અને કોંગ્રેસના બેનર ઉપરથી ચૂંટણી લડે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે અંતરંગ વર્તુળો તરફથી એવી પણ માહિતી મળી છે કે, આ વખતે ભાજપમાંથી તેઓનું પત્તુ કાપવાની સંભાવનાઓ કારણે તેઓએ રાજીનામું આપ્યું છે.
Read Original Article →