સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું:કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું

Gujarat4/7/2026, 9:05:56 AM
સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું:કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું
કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢેરાને કમિટમેન્ટ નામ આપ્યું છે. અમદાવાદના પૂર્વ મેયર હિંમત પટેલની ઉપસ્થિતિમાં આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે શહેરીજનોને જો કોંગ્રેસનું બોર્ડ આવશે તો શું કરશે તે અંગેના કમિટમેન્ટ આપવામાં આવ્યા હતા. શુધ્ધ પાણી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનું કમિટમેન્ટ કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ, પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા, શહેર પ્રમુખ ઋત્વિજ જોષી, કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, નરેન્દ્ર રાવત, પુષ્પા વાઘેલા, પ્રવક્તા નિશાંત રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે, જો કોંગ્રેસનું બોર્ડ બનશે તો શહેરીજનોને પીવાનું શુધ્ધ પાણી આપવામાં આવશે, વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ ન સર્જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, શહેરમાં સારા રોડ રસ્તા બનાવવામાં આવશે અને સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. કોંગ્રેસના આગેવાનોએ ભાજપના આગેવાનો ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવી જો તેઓનું બોર્ડ આવશે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. ભાજપના શાસકો ઉપર ભ્રષ્ટાચારના આરોપ કોંગ્રેસના આગેવાનોએ છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી શાસનમાં રહેલા ભાજપના શાસકો ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસે આક્ષેઓનકર્યા હતા કે દરેક ટેન્ડરમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. શાસકોએ માત્ર પોતાના ગજવા જ ભર્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે લોકોના ઘરમાં ત્રીજા માળ સુધી પાણી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા હતી. ત્યારે આગામી સમયમાં પણ આવી વ્યવસ્થા કરવાનું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીમાં પૂર અને સીસોટી કાંડ ચર્ચાયું ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના કાર્યક્રમમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. નદીમાં આવેલા પૂરના કારણે અનેક લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો આ ઉપરાંત પાલિકામાં ફાયર વિભાગ દ્વારા ખરીદવામાં આવેલી મોંઘીદાટ સીસોટીનો મુદ્દો પણ ઉછાળવામાં આવ્યો હતો. આ ઉપરાંત હરણી બોટ દુર્ઘટનામાં મૃતકોને હજુ સુધી ન્યાય મળ્યો નથી તેમ જણાવી આ તમામ મુદ્દા ઉપર કોંગ્રેસ આગામી સમયમાં લોકો સુધી પહોંચશે તેમ જણાવ્યું હતું.
Read Original Article →