મહાનગરપાલિકા પર કબ્જો જમાવવા યંગ બ્રિગેડ મેદાને!:કોંગ્રેસે ચાર અનુભવીને ટિકિટ આપી તો ભાજપ 'નવા નિશાળિયા' લાવી, ગત બોર્ડમાં ચર્ચામાં રહેલા કોર્પોરેટરોને ઘેર મોકલવાના મૂડમાં

Gujarat4/7/2026, 5:56:06 AM
મહાનગરપાલિકા પર કબ્જો જમાવવા યંગ બ્રિગેડ મેદાને!:કોંગ્રેસે ચાર અનુભવીને ટિકિટ આપી તો ભાજપ 'નવા નિશાળિયા' લાવી, ગત બોર્ડમાં ચર્ચામાં રહેલા કોર્પોરેટરોને ઘેર મોકલવાના મૂડમાં
વડોદરા મહાનગરપાલિકા માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. તો ભાજપ દ્વારા એક બે દિવસમાં યાદી જાહેર કરી દેવામાં આવશે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં ગત ટર્મમાં જીતેલા બે અનુભવી કોર્પોરેટર અને ભાજપમાંથી આવેલા બે કોર્પોરેટરને મેદાને ઉતાર્યા છે. આ ચારમાંથી એક સૌથી સિનિયર કોર્પોરેટર છે, તો સામે ભાજપ નવા નિશાળિયાને મેદાનમાં ઉતારવાના મૂડમાં છે. મનપાની ચૂંટણીમાં ભાજપ આ વખતે યંગ બ્રિગેડ અને નવા કાર્યકરોને લડાવવાના મૂડમાં છે. તો સામે કોંગ્રેસે પણ યંગ બ્રિગેડને જ મેદાને ઉતારી છે. જો કે મહાનગરપાલિકાનું બોર્ડ ચલાવવા માટે અનુભવી કોર્પોરેટરોની પણ એટલી જ જરૂર છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ અનુભવનો નિચોડ કેવી રીતે કરે છે તેના ઉપર સૌની નજર છે. ગત ટર્મના કોર્પોરેટરોને ભાજપ બાય બાય કરવાના મૂડમાં મહાનગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપની સત્તામાં જ રહેલા કેટલાક કોર્પોરેટરો ભારે ચર્ચામાં રહયા હતા. આંતરિક જૂથવાદ અને ખેંચના કારણે આ કોર્પોરેટરો હંમેશા વિવાદમાં રહ્યા હતા. ક્યારેક કોઈ કોન્ટ્રાક્ટરને ટાંચમાં લેવા તો ક્યારેક પોતાના જ પક્ષના પદાધિકારીઓ સામે બાંયો ચઢાવવામાં મસ્ત રહ્યા હતા. કેટલાક કોર્પોરેટરો સામે અનેક આક્ષેપ પણ થયા હતા, ત્યારે હવે ભાજપ પોતાની છબી સુધારવા માટે આવા કોર્પોરેટરોને ઘરનો રસ્તો બતાવે તો નવાઈ નહીં. બજેટ બાદ હવે વિકાસના કામોને આગળ ધપાવાશે મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઐતિહાસિક બજેટ મંજુર કરવામાં આવ્યા છે. અંદાજે 6,500 કરોડના બજેટના કામો પૂર્ણ પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ વર્ષે 7600 કરોડ ઉપરાંતનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં જે કોઈ બોર્ડ બનશે તેના દ્વારા આ વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટેની કામગીરી પુરજોશમાં કરવી પડશે. કારણ કે ચૂંટણી પછી લોકોની પણ અપેક્ષાઓ વધી જશે તે સ્વાભાવિક છે.
Read Original Article →