બેકરીના કેક કાઉન્ટરમાં મરેલો ઉંદર!:ખંડેરાવ માર્કેટ નજીક mr.Puffમાં કેક ખરીદવા આવેલા ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો, કોર્પોરેશનની ફૂડ શાખાએ નમૂના લીધા
શહેરમાં કેટલાક વેપારીઓ નફો મેળવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાના કિસ્સા અવારનવાર સામે આવ્યા છે. તંત્ર દ્વારા ફરિયાદો મળ્યા બાદ ચકાસણી તો કરાય છે પરંતુ કડક કાર્યવાહીના અભાવે કેટલાક વેપારીઓ બેફામ બન્યા છે ત્યારે વડોદરાની જાણીતી બેકરી mr. Puffમાં કેક કાઉન્ટરમાં જ એક મરેલો ઉંદર હોવાનો વીડિયો વાયરલ થયા બાદ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા તપાસ હાથ ધરી નમૂના લેવામાં આવ્યા હતા. મુખ્ય શાખામાં જ સંચાલકોની બેદરકારી
શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આ બેકરીની મુખ્ય શાખા છે. અહીં રોજે હજારો ગ્રાહકો ખાદ્ય ચીજવસ્તુઓની ખરીદી કરવા આવે છે. ત્યારે આ બેકરીના કેક કાઉન્ટરમાં એક મરેલો ઉંદર લટકતો જોવા મળ્યો હતો. સંચાલકોની આ ગંભીર બેદરકારી સામે આવતા આ અંગે કોર્પોરેશનની ખોરાક શાખામાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. એક ગ્રાહકે વીડિયો બનાવી વાયરલ કર્યો
બેકરી શોપમાં ખરીદી કરવા માટે આવેલા એક ગ્રાહકના ધ્યાન ઉપર આ બાબત આવતા તેમણે આ અંગેનો વીડિયો બનાવ્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. કેક કાઉન્ટરમાં અનેક પ્રકારની કેક પડી હતી જે જોતા એમ સ્પષ્ટ લાગતું હતું કે જો કદાચ આ કેક કોઈએ ખાધી હોત તો તેનું આરોગ્ય પણ બગાડી શક્યું હોતું. ફૂડ પોઇઝનિંગ પણ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
Read Original Article →