પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને 50 હજારનો દંડ:બાળકીનો હાથ પકડી અશ્લીલ વર્તન કર્યું હતું, થોડા દિવસ પહેલા જ આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો

Gujarat4/8/2026, 8:49:23 AM
પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને 50 હજારનો દંડ:બાળકીનો હાથ પકડી અશ્લીલ વર્તન કર્યું હતું, થોડા દિવસ પહેલા જ આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો
વડોદરા શહેરમાં કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોક્સો હેઠળના ગંભીર ગુનામાં આરોપીને વડોદરા કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ તેમજ 50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે તેને ફરી ઝડપી પાડ્યો હતો. બાળકી પાણી ભરવા જતા આરોપીએ હાથ પકડી અશ્લીલ વર્તન કર્યું સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડે (રહે. રણજીતનગર, પરશુરામ ભઠ્ઠા, વડોદરા)એ તા. 18 ઓક્ટોબર 2020ના રોજ સવારના સમયે સગીર બાળકી સાથે જાતીય સતામણી કરી હતી. બાળકી પાણી ભરવા જતા આરોપીએ તેનો હાથ પકડી અશ્લીલ વર્તન કર્યું હતું. આ ઘટનાને અનુસંધાને પોલીસ દ્વારા તા. 20 ઓક્ટોબર, 2020ના રોજ આરોપીની ધરપકડ કરી કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન પીઆઇ એસ.જી. સોલંકી તથા તેમની ટીમે મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરી, FSL તપાસ સહિત તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં, વિશેષ જજ અને અધિક સત્ર ન્યાયાધીશ સી.એમ. પવાર સમક્ષ ચાલી હતી. સરકારી વકીલ એન.યુ. મકવાણાએ મજબૂત દલીલો રજૂ કરતા કોર્ટને વિશ્વસનીય પુરાવાઓના આધારે આરોપીને દોષિત ઠેરવ્યો. અંતે, તા. 7 એપ્રિલના રોજ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ તથા 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Read Original Article →